શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (18:01 IST)

જ્યારે Leopard સાથે એક જ ટોયલેટમાં 7 કલાક સુધી બંધ રહ્યુ કુતરુ, જુઓ વીડિયો પછી શુ થયુ

કર્ણાટકમાં એક રસ્તે રઝળતા કૂતરાનો પીછો કરતા ચિંત્તો એક ફાર્મ હાઉસના વોશરૂમમાં પહોંચી ગયુ. જ્યા કૂતરુ અને લેપર્ડ એક સાથે એક જ વોશરૂમમાં સાત કલાક સુધી બંધ રહ્યુ. લેપર્ડ કૂતરાને માર્યા વગર જ વોશરૂમની બહાર કુદી ગયો. આ ઘટના બિલિનેલે ગામના કૈકમ્બામાં રેપ્પાના ફાર્મ હાઉસમા બની, જે કિડૂ રિજર્વ ફોરેસ્ટના કિનારે છે.  આ કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લાના સુબ્રમણ્ય ક્ષેત્રમાં મોટા વન ક્ષેત્રનો ભાગ છે. 
 
ડિપ્ટી કંજવેર્ટર ઓફ ફોરેસ્ટસ વી કરિકાલન મુજબ રેગપ્પાના પરિવારે એક સભ્યએ વોશરૂમની અંદર કૂતરુ અને ચિત્તાને જોઈને તાળુ લગાવી દીધુ.  ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી. વન વિભાગના કર્મચારી ઘટનાસ્થળ પર પહોચ્યા અને ચિત્તાને અને કૂતરાને કાઢવાનો પ્રયાસ કર્યો.  કરિકાલને કહ્યુ કે વોશરૂમની બહાર એક પિંજરુ મુકવામાં આવ્યુ હતુ અને ચારે બાજુ જાળ પાથરવામાં આવી. 

 
 
પશુ ચિકિત્સકને પણ બોલાવવામાં આવ્યો. ચિત્તો કૂતરાને માર્યા વગર ટોયલેટમાંથી બહાર કૂદી ગયો. ત્યારબાદ કૂતરુ પણ ટોયલેટની બહાર નીકળ્યુ. આ આખુ રેસ્ક્યુ ઓપરેશન સાત કલાક સુધી ચાલ્યુ. આ ઘટનાની એક તસ્વીર પણ સામે આવી છે. ટૉયલેટમાં બનેલ એક વેંટીલેટરમાંથી આ તસ્વીર ક્લિક કરવામાં આવી. આ ઘટનાની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
 
 
મહિલાને દેખાઈ હતી ચિત્તાની પૂંછડી 
 
એવુ કહેવાય છે કે જ્યારે કૂતરુ અને ચિત્તો બંને વોશરૂમમાં હતા, આ દરમિયાન એક મહિલાએ વોશરૂમમાં પ્રવેશ કર્યો, પણ ચિત્તાની પૂછડીને જોઈને જ તેણે તરત જ દરવાજો બંધ કરી દીધો અને તાળુ મારી દીધુ. તેને પડોશીઓને મદદ માટે બોલાવ્યા. આ ઘટનાની સૂચના મળતા જ અધિકારી ઘટના સ્થળ પર પહોચ્યા અને બચાવ અભિયાનની યોજના બનાવી. ત્યારબાદ વોશરૂમના પતરાને હટાવીને જાળ પાથરવામાં આવી. પરંતુ લોકોની આંખમાં ધૂળ નાખીને ચિત્તો ત્યાથી ભાગવામાં સફળ રહ્યો. જો કે રાહતની વાત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઘાયલ ન થયુ.