શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 27 માર્ચ 2019 (17:52 IST)

ઉર્મિલા માતોંડકરએ 10 વર્ષ નાના છોકરાથી ચુપચાપ લગ્ન કરી હતી, આજથી રાજનીતિમાં શરૂ કરશે નવી પારી

બૉલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) આજે તેમની રાજનીતિક પારી શરૂ કરવા જઈ રહી છે. ખબરોની માનીએ તો ઉર્મિલા આજે એટલે કે 27 માર્ચ કાંગ્રેસમાં શામેલ થઈ જશે. આટલું જ નહી કાંગ્રેસ ઉર્મિલાને મુંબઈ ઉત્તરની સીટથી ચૂંટણી લડાવવાની પણ તૈયારી કરી રહી છે. 
 
આ સીટ પર કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નહી હતું. તેથી કાંગ્રેસ એવા નવા ચેહરાને ઉમેદવાર બનાવવા ઈચ્છતી હતી જે બીજેપીને સખ્ત ટક્કર આઓઈ શકે. આ સિલસિલામા ઉર્મિલા આજે એટલે જે 27 માર્ચને રાહુલ ગાંધીથી પણ મળી શકે છે. 45 વર્ષની ઉર્મિલા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જાણો તેમના પર્સનલ લાઈફ વિશે... 
ઉર્મિલાનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ને મુંબઈમાં થયું હતું. ઉર્મિલાએ તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત રૂપમાં ચાઈલ્ડ એક્ટ્રેસ મરાઠી ફિલ્મ ઝાકોલા (1980)થી કરી હતી . "કળયુગ" (1981) તેમની પ્રથમ હિંદી ફિલ્મ હતી. ત્યારબાદ ઉર્મિલાને ફિલ્મ "માસૂમ" થી ઓળખ મળી. 
 
આ ફિલ્મમાં તેને ગીત "લકડી કી કાઠી કાઠી પે ઘોડા" આજે પણ પોપુલર છે. ઉર્મિલાએ માત્ર હિંદી જ નહી પણ મરાઠી, તમિલ, તેલૂગૂ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉર્મિલાએ એક્ટ્રેસ રૂપે ફિલ્મ રંગીલાથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી અને ઉર્મિલા 90ના દશકની હીટ હીરોઈન રહી છે.  
ઉર્મિલાએ વર્ષ 2016માં કશ્મીરે બિજનેસમેન અને મૉડલ મેહસિન અખ્તર મીરથી લગ્ન કરી લીધી હતી. ઉર્મિલાએ ચુપચાપ રીતે લગ્ન કરી હતી. રોચક વાત આ છે કે મોહસિન ઉર્મિલાથી ઉમ્રમા 10 વર્ષ નાના છે. આ દિવસો ઉર્મિલા તેમના લગ્ન જીવન પર વધારે ધ્યાન આપી રહી છે. 
 
તેનાથી પહેલા તે ટીવી પર રિયલિટી શોમાં જજના રૂપમાં નજર આવી હતીૢ લગ્નથી પહેલા ઉર્મિલા અને ડાયરેકટર રામ ગોપાલ વર્માના અફેયરની ખબર ખોબ ચર્ચામા રહી હતી. આ પન કહેવાય છે કે રામ ગોપાલ વર્માની ફિલ્મ માટે ઉર્મિલા જ તેમની પ્રથમ પસંદ થતી હતી.