બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:25 IST)

આજે રાત્રે દિવો પ્રગટાવીને કરો 1 ઉપાય, દૂર થઈ શકે છે પૈસા સાથે જોડાયેલ દરેક સમસ્યા

આજે અધિક માસની અમાવસ્યા છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે. પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ દિવસનુ વિશેષ મહત્વ છે. 
 
જ્યોતિષ મુજબ અમાવસ્યા તિથિને તંત્ર ઉપાયો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અધિક માસની અમાવસ્યાના રોજ ધન લાભના ઉપાયો માટે ખૂબ જ સિદ્ધ તિથિ છે. જો  તમે ધનની ઈચ્છા રાખો છો તો અધિક માસની અમાવસ્યાની રાત્રે આ ઉપાય કરો. 
 
આ રીતે સિદ્ધ કરો લક્ષ્મી યંત્ર 
 
- આ બુધવારની રાત્રે 11 વાગ્યા પછી સ્નાન વગેરે કર્યા પછી લાલ ધોતી પહેરો અને એક આસન પર ઉત્તર દિશા તરફ મોઢુ કરીને બેસી જાવ. 
- હવે તમારી સામે એક બાજટ પર લાલ રંગનુ કપડુ પાથરી દો. તેના પર લક્ષ્મી યંત્રની સ્થાપના કરો. આ યંત્રની પૂજા કરો અને ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો. આ દીવો સાધનાના અંત સુધી પ્રગટતો રહેવો જોઈએ. 
- ત્યારબાદ સ્ફટિકની માળાથી નીચે લખેલ મંત્રનો 21 માળાનો જાપ કરો. જાપ કરતી વખતે વચ્ચે ઉઠશો  નહી. મંત્ર - ૐ શ્રીં હ્રીં શ્રીં એં હ્રીં શ્રીં ફટ 
- મંત્ર જાપ સમાપ્ત થયા પછી લક્ષ્મી યંત્રને ત્યા જ રહેવા દો. આગામી દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી એ યંત્રને પોતાના પૂજા સ્થાન પર મુકી દો. 
- આ ઉપાયથી તમારી ધન સાથે સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે.