રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (14:59 IST)

ગુજરાતમાં મંદીની અસર હોવાની વાતને બજેટના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે

ગુજરાત આર્થિક મંદીની અસરો હેઠળ હોવાની વાતને ગુજરાત સરકારના અંદાજપત્રના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે. રાજ્યના જીડીપીનો વૃદ્ધિ દર ત્રણ ટકા ગગડશે તેવો અંદાજ ગુજરાત સરકારના નાણાંવિભાગે મુક્યો છે. સરકારે તૈયાર કરેલી સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ 2017-18ના વર્ષમાં ચાલુ કિંમતોએ જીડીપીનો વૃદ્ધિ દર 13.8 ટકા અંકાયો હતો જે 2018-19માં 13.1 ટકા અને 2019-20માં મુજબ 10.07 ટકાએ નોંધાશે તેવો અંદાજ છે.

આમ માત્ર 2 જ વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 3 ટકા ઘટશે. જ્યારે સ્થિર ભાવે જીડીપીનો વૃદ્ધિદર 2018-19ના વર્ષમાં 9.2 ટકાનો અંદાજ છે જે વર્ષ 2016-17માં 11.7 ટકા જ્યારે 2017-18માં 11.2 ટકા નોંધાયો હતો. અહીં પણ 2.5 ટકાનો ઘટાડો થશે. રાજ્ય સરકારની રાજવિત્તિય ખાધ 54 હજાર કરોડથી વધુ નોંધાતા સરકારને પોતાના ખર્ચ માટે જાહેર દેવું વધારવાની ફરજ પડશે. વર્ષ 2022-23માં આ દેવું 3 લાખ 71 હજાર કરોડે પહોંચી જશે. ગુજરાત સરકારને પાછલાં 2 વર્ષમાં GST વળતર સ્વરૂપે કેન્દ્ર પાસેથી 51,371.24 કરોડ રૂપિયાને બદલે 44361.61 કરોડ રૂપિયા મળ્યાં.