રવિવાર, 2 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Modified શુક્રવાર, 25 માર્ચ 2022 (14:59 IST)

Yogi Adityanath Oath: કંગના રનૌત, અનુપમ ખેર, અજય દેવગન.. જુઓ યોગીની શપથમાં બોલીવુડમાંથી કોણ આવશે

યૂપીમાં સીએમ યોગીના શપથ સમારંભ માટે બોલીવુડના તમામ કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. લખનૌમાં થનારા ગ્રૈંડ ઈવેંટમાં રાજનીતિ, ઉદ્યોગ, રમત સહિત તમામ ક્ષેત્રોના લોકો સામ્લે થશે. ઈકાના સ્ટેડિયમમાં થનારા સમારંભમાં બોલીવુડની ચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના તમામ કલાકાર પણ ભાગ લેશે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ અનુપમ ખેર, અક્ષય કુમાર, કંગના રાણાવટ, કાશ્મીર ફાઈલ્સના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી સહિત તમામ સેલિબ્રિટિઝને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.  યોગીએ અગાઉના કાર્યકાળ દરમિયાન નોએડામાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે મુંબઈમાં ફિલ્મ જગતના લોકો સાથે મુલાકાત કરી આ મામલે અભિપ્રાય પણ લીધો હતો. 
 
ફિલ્મ સિટી નિર્માણને લઈને યોજના આગળ પણ વધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ કાર્યકાળમાં તેને પુર્ણ કરાવવાની દિશામાં કાર્ય ઝડપથી વધશે. આવામાં અનેક કલાકાર તેમના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઈ શકે છે.