શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2015
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 13 જાન્યુઆરી 2015 (11:41 IST)

ચીન ગુજરાતમાં ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક સ્થાપશે

સાતમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2015ના બીજા દિવસે ચાઈનીઝ એસોસીએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગુજરાતમાં 1.5 બિલીય ડોલરના રોકાણ સાથે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક અને ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક સ્થાપવા જી.આઈ.ડી.સી તથા ઈન્ડેનક્ષ બી સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુદી જુદી 9 કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે રૂ. 80 કરોડના રોકાણ અંગેના સમજૂતી કરાર કરી ગુઅજ્રાતમાં ઔધોગિક વિકાસની રહેલી વિપુલ તકોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યુ હતુ કે રોજગાર નિર્માણમાં નાના લધુ અને મઘ્યમ ઉદ્યોગોનું બહુમૂલ્યી યોગદાન રહ્યુ છે. તેથી જ નાના-મઘ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાણોની વ્યાપક વૃદ્ધિ માટે પ્રોત્સાહક નીતિ અમલમાં મુકી છે. 
 
ગુજરાતના સામાજીક આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગોનો ફાળો રહ્યો છે. ઔધોગિકરણ વેગવંતુ બન્યુ છે. અને નિકાસની તકો વધી છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધુને વધ લઘુ ઉદ્યોગો સ્થાપવાની હિમાયત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે નાના મધ્યમ ઉદ્યોગ સહાસિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી કાર્યાલયમાં સીંગલ વિન્ડો સિસ્ટમ માટે વિશેષ સેલ ઉભુ કરવામાં આવશે. જેનાથી ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.