ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (13:51 IST)

લોકો અંઘારામાં મોદી અજવાળામાં , ગાંધીનગરમાં પીએમના રૃટમાં ૪૦૦ હાઇમાસ્ક લાઇટો લગાવાશે,

વાઈબ્રન્ટ સમિટને અનુલક્ષી ગાંધીનગર પણ વાઇબ્રન્ટ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી સહિત દેશ વિદેશના મહાનુભાવો પાટનગરના મહેમાન બનવાના છે.જેને અનુલક્ષી નગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહયું છે. પ્રધાનમંત્રી જે રૃટમાંથી પસાર થવાના છે તે માર્ગ પર ઈન્દ્રોડા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ પર મીની હાઈમાસ્ક લાઈટો લગાવાશે. સલામતીના ભાગરૃપે આ પ્રકારની લાઈટ મુકવામાં આવશે.વાઇબ્રન્ટ સમિટને લઇને છેલ્લા દોઢ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરકારના લગભગ તમામ તંત્ર આ વાઇબ્રન્ટની કામગીરીમાં લાગી ગયા છે ત્યોર ગાંધીનગર શહેરની વાઇબ્રન્ટને કારણે કાયાપલટ થઇ ગઇ છે.રસ્તાઓ ઉપર પટ્ટા લગાવવાની સાથે સ્ટ્રીટલાઇટના થાંભલા રંગાઇ ગયા છે અને તેમાં સફેદ રંગની સ્માર્ટ એલઇડી પણ લગાવી દેવામાં આવી છે ત્યારે શહેરના મુખ્યમાર્ગો તેમજ મહાત્મા મંદિર તરફ જતા તમામ માર્ગો ઉપરથી દબાણ પણ હટાવી દેવામાં આવ્યું છે.ત્યારે વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિદેશના ડેલીગેટ પણ મોટી સંખ્યામાં આવવાના હોવાથી સુશોભનની સાથે સલામતીના મુદ્દે પણ વિશેષ ધ્યાને કેન્દ્રિત કરાયું છે. નરેન્દ્ર મોદી રૃટમાં બ્યુટિફીકેશન ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટીએ પણ મજબુત કરવા માટે તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. જેને લઇને પ્રધાનમંત્રીના રૃટમાં ચારસોથી વધુ લાઈટોમુકવામાં આવવશે.જ્યારે ખાસ કરીને ઈન્દ્રોડાથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રૃટમાં માર્ગના વર્જમાં લાઈટો ફીટ કરવામાં આવશે તા.૯થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન આ મર્ગ પર જગમગાટ જોવા મળશે. પ્રધાનમંત્રી જે રૃટ ઉપરથી પસાર થવાના છે ત્યાં સલામતીના દ્રષ્ટીકોણને ધ્યાને રાખી અજવાળુ પાથરવામાં આવશે.આ મામલે જિલ્લા પોલીસ તંત્ર સાથે પણ વિભાગના અધિકારીઓ દ્વારા જરૃરી સંકલન કરીને સલામતીના પરિબળોને મજબુત કરવા પગલા હાથ ધરાયા છે. રૃટમાં આવતાં વૃક્ષોમાં પણ લાઈટ મુકવામાં આવશે. પ્રધાનમંત્રીના રૃટમાં જરૃરી લાઈટીંગ સાથે રોશની પણ કરવામાં આવશે. લાઈટીંગ તેમજ રોશનીની કામગીરી માટે અંદાજિત વીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.