હું જે લખવા જઈ રહી છુ એ ફક્ત મારી સ્ટોરી કે મારા અનુભવ જ નથી પરંતુ આજના અત્યાધિક આધુનિક કહેવાતા સમાજનુ કડવુ સત્ય છે. 12 વર્ષ પહેલા જ્યારે મેં મારી બીજી પુત્રીને જન્મ આપ્યો તો હું ખૂબ જ ખુશ હતી, કે છેવટની ક્ષણે મારો કેસ બગડી ગયો હોવા છતા ઈશ્વરને કૃપાથી બાળક અને હું સુરક્ષિત હતા. મને એ વાતનુ કોઈ દુ:ખ નહોતુ કે મારુ બીજુ સંતાન પણ પુત્રી છે, પરંતુ એ દરમિયાન મેં દવાખાનામાં જેટલા પણ લોકોના પ્રતિભાવ જોયા, એ જોઈને લાગતુ હતુ કે જાણે મેં કોઈ મોટી ભૂલ કરી છે. જે પણ લોકો મને જોવા આવતા તેઓના મોઢામાંથી એક વાક્ય તો નીકળ્યા વગર રહેતુ જ નહી કે સારુ થાત જો પુત્ર થયો હોત.