મકર - વ્યક્તિત્વ
"મકર રાશિનો સ્વામી શનિ હોવાથી તેને સમજવી સરળ નથી. અનુભવ તથા વ્યવહારમા આવા વ્યક્તિ બધાથી. અલગ હોય છે. આ રાશિના લોકો ગંભીર વિચારોમાં ખોવાયેલા રહે છે અને પોતાને ભાવનાત્મક આવરણમાં છુપાવી રાખતા હોવાથી લોકો તમને ઉદાસીન પ્રકૃતિના સમજે છે.
આ લોકો સમયનું મૂલ્યાંકન કરવાનું અને તેનો લાભ ઉઠાવવાનું જાણે છે. સમય ની સાથે-સાથે પોતાને બદલી પણ શકે
છે. તેમની ભાવનાઓ પણ ઊંડી હોય છે. આ લોકો એકચિત્ત થઇને કામ કરે છે.
મકર રાશિવાળા સ્વાભિમાની હોય છે અને બીજાની સામે હાથ ફેલાવવાનુ તેમને ગમતુ નથી. તેઓ અપમાનને સહન
નથી કરી શકતા. તેમને પાન, તમ્બાકુ, ભાંગ, મધ, બીડી-સિગરેટ વગેરેમાથી એકનું વ્યસન જરુર હોય છે. આ લોકો
વ્યસન છોડીને ફરી ચાલુ કરે છે.
તેમને વ્યવહારિક જ્ઞાન ઓછું હોય છે અને પોતાની બુધ્ધિમતા અને કલા પર કદી ગર્વ નથી કરતા. આ રાશિવાળા
લોકો સંવેદનાવિહિન વ્યક્તિના પ્રત્યે કઠોરતા પ્રદર્શિત કરે છે. આ લોકો દાની હોય છે. તેમનામા અનૂચિત લાભ
ઉઠાવવાની તેમજ કઠિનાઇઓની સામે આવવાની ચિંતા નથી હોતી.
તેમનુ વ્યક્તિત્વ સામાન્ય અને મિશ્રિત પ્રકારનું હોય છે. મકર રાશિવાળા ઇમાનદાર તથા નિયમોનુ પાલન કરવાવાળા
હોય છે, આ લોકો એક સારા સંગ્રહકાર હોય છે. પોતાના સમયની એક ક્ષણ પણ બરબાદ કરતા નથી.
તેમની યોગ્યતાની પ્રશંસા કરીને અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરીને તેમને જીતી શકાય છે. આ લોકો પોતાની
સમસ્યાઓ ભૂલીને બીજાની સમસ્યાઓ ને સુલજાવવામાં લાગ્યા રહે છે.
તેમના લક્ષણ હંમેશા ઉપર ઉઠવાના રહે છે જેથી તેમની ઉપલબ્ધિ પણ અત્યંત કઠિન હોય છે. "