કર્ક - સ્વભાવની ખામી
કર્ક રાશીની વ્યક્તિ પોતાની મરજી મુજબ કામ કરવામાં જુના વિચારો અને માન્યતાનો ત્યાગ કરે છે. કોઇ મિત્ર પોતાની કલ્પનામાં બંધબેસતો ન આવે તો તેની પણ ઉપેક્ષા કરે છે. તેઓ વિરોધાભાસ ના પ્રતીક છે. અત્યંત કઠોર અને વિનમ્ર, દ્રઢ મનનાં અને અત્યંત નબળા પણ હોય છે. તેમની ઇચ્છાઓ અસંભવ હોય છે. ભાવનાઓ બાળક જેવી હોય છે. ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનું મન ક્ષણે-ક્ષણે બદલાય છે. ઉપાય- તેમણે સોમવારે ઉપવાસ કરવો જોઇએ. સોળ સોમવારનું વ્રત કરવું જોઇએ. શિવ દતાત્રેય અથવા ગણેશની પૂજા લાભદાયક છે. ચંદ્રનો જાપ પણ સારો રહે છે અને દુઃખ દૂર થાય છે. સફેદ વસ્ત્ર, ચોખા, ચાંદી, ઘી, મોતી, સફેદ ફૂલ, કપૂર અને સફેદ વસ્તુનું દાન લાભકારી છે. ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રમસે નમઃ - આ મંત્રનાં ૧૧૦૦૦ જાપ કરવાથી મનોકામના થઇ શકે છે. બીજાની નકલ ન કરવી, આલોચના ન કરવી, દેખાવો ન કરવો, ભાવુક ન થવું, સમયના મહત્વને સમજવું, અને સતત પ્રયત્ન કરવાથી સફળતા જરૂર મળે છે.