ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 31 ઑગસ્ટ 2019 (14:05 IST)

ગુજરાતના ૪૨૦ જેટલા હાજીઓનો પહેલો જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોચ્યો

ગુજરાતમાંથી આ વર્ષે ૮,૧૧૮ હજયાત્રીઓ હજ પઢવા સાઉદ્દી અરબિયાના મક્કા ખાતે ગયા હતા. તેઓની વિદાય પ્રસંગે એરપોર્ટ ઉપર રાજય સરકાર દ્વારા પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
 
આ હજ યાત્રીઓ તા.૩૦ ઓગષ્ટથી ૦૬ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં  તબક્કવાર અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફરશે. જેમાંથી ૪૨૦ હાજીઓનો પ્રથમ જથ્થો તા.૩૦ ઓગષ્ટના રોજ અમદાવાદ ખાતે આવી પહોચ્યો છે. પરત ફરનાર આ હાજીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર કોઇ અગવડ ન પડે તે માટે રાજ્ય સરકારના પ્રોટોકોલ વિભાગ અને હજ કમિટિ દ્વારા પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હજ યાત્રાએ જતાં યાત્રિકોને એરપોર્ટ પર વિદાય આપવા સારૂ તથા તેમના પરત આગમન સમયે સ્વાગત કરવા સારૂ અંદાજે ૪૫ થી ૫૦ હજાર જેટલા સગા સંબંધિઓ એરપોર્ટ ખાતે આવતા હોય છે તેઓની વ્યવસ્થા માટે પણ રાજય સરકાર અને હજ કમિટિના સંયુક્ત ઉપક્રમે ૩૫ જેટલા હજ વોલેન્ટીયર્સ તેમજ સ્છેચ્છીક સંસ્થાઓના ૧૦૦ એમ કુલ-૧૩૫ જેટલા વોલેન્ટીયર્સ તૈનાત કરવામાં આવ્યા છે. 
 
ઇન્ટર નેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે વધારાના ટોયલેટ કમ વજુ કરવા માટેના બ્લોક બનાવવામાં આવ્યા છે. AMC તરફથી મોબાઇલ ટોઇલેટ, પીવાના અને વાપરવાના પાણીના ટેન્કર સપ્લાય, ફાયર બ્રિગ્રેડ તેમજ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે વિશેષ સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એરપોર્ટ ખાતે સ્થાયી CISFના જવાનો ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
 
આ ઉપરાંત એરપોર્ટના બહારના ભાગમાં હાજીઓના સામાન માટે ખાસ ૭૫૦ ટ્રોલીઓ અને ૧૦ લોડર મુકવામાં આવ્યા છે. ઉંમરલાયક, અશક્ત અને દિવ્યાંગ યાત્રીઓ માટે  હજ કમિટિ અને એર ઇન્ડીયા તરફથી કુલ-૨૦ વ્હિલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારના ભાગમાં ખાસ પ્રકારના ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. તેઓના સામાનના સ્કેનીંગ લગેજ ચેકીંગ, મેડીકલ ફીટનેશ, હેન્ડ બેગ સ્કેનીંગ અને સિકયુરીટી હોલ્ડ એરીયામાં રોકાણ વજુ- નમાજ-અહેરામ-નાસ્તા વગેરેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.