એપ્રિલથી જૂનમાં વિકાસદરમાં ઘટાડો, જીડીપી દર 5.8%થી 5% થયો

Last Modified શનિવાર, 31 ઑગસ્ટ 2019 (09:03 IST)
આર્થિક મોરચા પર મોદી સરકારને એક મોટો ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશની જીડીપી ગ્રોથ રેટ 5.8 ટકાથી ઘટીને પાંચ ટકા પર આવી ગયો છે. છેલ્લા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 8.2 ટકા પર રહ્યો હતો. કૃષિ વિકાસ દર છેલ્લા વર્ષે 5.1 ટકાની સરખામણીએ 2 ટકા પર આવી ગયો છે. જ્યારે મેન્યુફ્રેક્ચરિંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા વર્ષે મેન્યૂફ્રેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ રેટ છેલ્લા વર્ષમાં 12.1 ટકા હતો જે હવે ઘટીને 0.6 ટકા પર આવી ગયો છે.
આર્થિક વિકાસ દરના ઘટાડા પછી, ભારત વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું બિરુદ ગુમાવ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર ચીનથી પણ નીચે રહ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનની આર્થિક વૃદ્ધિ 6.2 ટકા હતી, જે તેના 27 વર્ષના ઇતિહાસમાં સૌથી નીચો છે. ઘરેલું માંગ અને દેશમાં રોકાણની નબળી પરિસ્થિતિઓમાં ઘટાડો થતાં પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર પહેલા કરતા વધુ ખરાબ હશે.
નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં વાર્ષિક ધોરણે માત્ર પાંચ ટકાનો દરે વિકાસ થયો હતો. બજારનો આ દર 7.7 ટકાની અપેક્ષા કરતા આ વિકાસ દર ઘણો ઓછો છે. 2013 પછીનો આ જીડીપી વૃદ્ધિનો સૌથી ખરાબ તબક્કો છે


આ પણ વાંચો :