મકર - મિત્રતા
મકર રાશીવાળા લોકોનું વૃષ્ાભ, મિથુન, કન્યા, તુલા અને કુંભ રાશીવાળા સાથે સારુ બને છે, મિત્રતા સારી રહે છે. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક જોડે પ્રતિકૂળ રહે છે. આ રાશીની વ્યકિતઓથી મકર રાશીની વ્યક્તિઓએ સાવધાન રહેવુ જોઇએ. મીન રાશીથી અનૂકુળતા રહે છે, ધનુ રાશી પ્રત્યે ઉદાશીનતા રહે છે. મકર રાશીની વ્યક્તિ શારીરિક રૂપ થી વૃષભ રાશીની વ્યક્તિ તરફ આકર્ષિત થઇ શકે છે. વૃશ્ચિક રાશીની વ્યક્તિથી પ્રસન્નતા મેળવી શકે છે. કર્ક રાશીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. કન્યા રાશીની વ્યક્તિ દ્વારા પ્રેરણા તથા મીન અને તુલા રાશીની વ્યક્તિથી સમસ્યાઓ મળે છે. કુંભ રાશીવાળા તેમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. તેમની મિત્રતા સ્થાઇ હોય છે પણ તેમના મિત્રોની સંખ્યા ઓછી હોય છે.