Astrology Zodiac Saggitarius Mrg.htm

Notifications

ધન ધન
લગ્‍ન અને દાંપત્ય જીવન

"ધન રાશિની વ્‍યક્તિને પોતાની પત્‍ની સંતોષી, ગુણવાન, મહેનતુ, શાંત અને ભાગ્યશાળી મળે છે. લગ્નજીવન સુખી હોય છે. ધન રાશિનો પુરૂષ નારીને નારીત્‍વનો અનુભવ કરાવે છે. તેઓ સ્‍ત્રીને મહાન બનાવાની આશા રાખે છે અને નિર્ણયાત્‍મક રીતે કામ કરે છે. તેમને સંકુચિત વિચારક જીવનસાથી પસંદ નથી. તેઓને મુખ્‍યત્‍વે પ્રેમ કરવો અને પામવો જોઇએ છે. ધન રાશિના પુરૂષને વધારે સ્‍વતંત્રતા જોઇએ છે. તેઓ પોતાની પત્‍નીને પોતાના સ્‍તર સુધી લાવવાની આશા રાખે છે. હાવ ભાવથી તેમને સરળતાથી વશમાં કરી શકાય છે.તેઓને સાહસી અને પ્રગતીશાળી સાથી પસંદ છે. સ્‍વાવલંબી ‍સ્‍ત્રી તેમને વધુ પસંદ છે. ધન રાશિ અગ્નિ તત્‍વની છે છતાં પણ તેઓ પ્રેમની બાબતમાં વિનમ્ર હોય છે. બદલામાં તેઓને ફક્ત પ્રશંસા જોઇએ છે. તેમના જીવનમાં પ્રેમ અને વિવાહના વધારે પ્રશંગો આવી શકે છે. આ રાશિના જાતકને ચૈત્ર, શ્રાવણ, જ્યેષ્‍ઠ અથવા માગશર મહિનામાં જન્‍મેલા સાથે લગ્‍ન કે મિત્રતા ફળદાયક રહે છે."

કોર્ન કટલેટ બનાવવાની રીત

કોર્ન કટલેટ બનાવવાની રીતકોર્ન કટલેટ બનાવવાની રીત સામગ્રી: મકાઈના દાણા – 1 કપ બટેટા – 2 ઉકાળેલા ડુંગળી – 1 બારીક સમારેલી શિમલા મરચું – ½ કપ લીલું મરચું – 1-2 આદુ-લસણની પેસ્ટ – ½ ચમચી ધાણા – 2 ચમચી લાલ મરચું પાવડર – ½ ચમચી ચાટ મસાલો – ½ ચમચી ગરમ મસાલો – ¼ ચમચી લીંબુનો રસ – 1 ચમચી બેસન – 2 ચમચી બ્રેડ ક્રમ્બ્સ – જરૂર મુજબ મીઠું – સ્વાદ મુજબ તેલ – શેકવા માટે બનાવવાની રીત: સૌપ્રથમ મકાઈના દાણા બાફી લો અને પાણી નીતારી લો. એક બાઉલમાં મકાઈ, બટેટા, ડુંગળી, શિમલા મરચું, લીલું મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. તેમાં ધાણા, મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, લીંબુનો રસ, બેસન અને મીઠું ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી નાના-નાના કટલેટનો આકાર આપો. દરેક કટલેટને બ્રેડ ક્રમ્બ્સમાં હળવેથી કોટ કરો. પેનમાં થોડું તેલ ગરમ કરી કટલેટને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ કોર્ન કટલેટને ટમેટાની ચટણી અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. ટિપ્સ: વધુ ક્રિસ્પી કટલેટ માટે મિશ્રણને 15-20 મિનિટ ફ્રિજમાં રાખ્યા બાદ કટલેટ બનાવો.