શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મુંબઈ , રવિવાર, 10 ફેબ્રુઆરી 2008 (18:33 IST)

એરપોર્ટના સાઈન બોર્ડ પર કાળો રંગ

મૂંબઈ (વાર્તા) શિવસેના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ખાનગી કંપનીઓની જાહેરાત નહીં કરવા દેવાની આપેલી ચેતવણી બાદ પાર્ટીના કાર્યકરોએ આજે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના કેટલાક સાઈન બોર્ડ પર કાળો રંગ મારી દીધો હતો. એરપોર્ટ કર્મચારીના શિવસેના સંચાલીત યુનિયનના સચીવ કિરણ પાવસકરે જણાવ્યુ હતુ કે, ઉદ્ધવ ઠાકરેના આદેશોનુ પાલન કરવાના ભાગરૂપે પાર્ટીના કાર્યકરોએ આ કામ કર્યુ છે. એરપોર્ટના આધુનિકીકરણ અને વિકાસ કરી રહેલી કંપનીઓને જાહેરાતો નહીં લગાવવા ચેતવણી ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લીમીટેડ હૈદરાબાદની કંપની જીવીકે, ભારતીય હવાઈ અડ્ડા પ્રાધિકરણ અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા અહીં સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.