સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (16:27 IST)

બીબીસી ઇન્સિયન સ્પાર્ટસવુમન ઑફ ધ યર ઍવૉડ, માટે મતદાનનો પ્રારંભ

બીબીસી ઇન્સિયન સ્પાર્ટસવુમન ઑફ ધ
યર ઍવૉડ, માટે મતદાનનો પ્રારંભ
 
8, ફેબ્રુઆરી- આતુરતાનો હવે અંત આવ્યો છે. બીબીસી ઇન્ડિયન સ્પાર્ટવુમન ઑફ ધ યર
(ISWOTY) ઍવૉર્ડની ત્રીજી આવૃતિ નૉમિનીઝના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આ
માટે મતદાન આજથી શરૂ થશે.
સ્પાર્ટસ પત્રકરો, નિષ્ણાતો અને અને લેખકોની પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા પસંદ કરાયેલા પાંચ BBC
ISWOTYનામિનીઝ આ પ્રમાણેછેઃ
અદિતી અશોક, ગોલ્ફ  ખેલાડી '
અવિન લેખરા, પૅરા- શૂટર
લવલીના બોરગોહાઈ, બૉક્સર
પી વી સિંધુ, બૅડમિંટન ખેલાડી'
સાઈખોમ મીરાબાઈ ચાનુ, વેઇટલિફ્ટર 
ઑનલાઇન વોટિંગ 28, ફેબ્રુઆરીની રાતના 11.30 વાગ્યા (આંતરરાષ્ટ્રીય સ્ટાંડર્ડ ટાઈમ 18000 વાગ્યા) સુધી ચાલુ રહેશે અને વિજેતાનુ નામ 28 માર્ચ, 2022ના રોજ દિલ્હીમાં યોજનારા પુરસ્કાર સમારંભમાં જાહેર કરવામાં આવશે.
બીબીસી ન્યુઝૂ ઈંટરનેશનલ સર્વિસીસના સીનિયર કંટ્રોલર અને બીબીસી વર્લ્ડ સર્વિસના ડાયરેક્ટર લિલિઅન લિંડોરે કહ્યુ કે, “ભારતમાં મહિલા ખેલાડ'ઓની અસાધારણ સિદ્ધિઓને બીબીસી ઇન્ડિયન સ્પાર્ટસ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ દ્વારા બિરદાવવામાં આવી રહી છે તેનો  અમને ગર્વ છે. આ વર્ષના નૉમિનીઝ પ્રેરણાદાયી મહિલાઓ છે અને તેમની સ્પાર્ટસમાં મોખરે છે. એ તમામ વિજેતા બનવાને લાયક છે, પણ એ કામ દર્શકો-વાચકોએ આપણાં અમગ્ર પલેટફાર્મસ પર મતદાન મારફત કરવાનુ છે અને વિજેતાને તાજ પહેરાવવાનો છે.”
બીબીસીનાં ભારત ખાતેનાં વડાં રૂપા ઝા કહે છેઃ “નૉમિનીઝનાં નામ જાહેર કરતાં મને અત્યંત આનંદ થાય છે. BBC ISWOTY ઍવૉર્ડ  નૉમિનેશન્સની દરેક  આવૃતિમાં કેટલાકં નવાં નામો ઉભરતાં રહ્યા છે. આ વર્ષનાં પાંચ નૉમિનીઝ ગૉલ્ફરથી માંડીને પૅરાલિમ્પિયન સુધી સ્પાર્ટસની વિશાળ શ્રેણીનુ પ્રતિનિધિત્વ કરે છે.  ભારતીય સ્પાર્ટ્સના આ ઝળકતા સિતારાઓનુ અહીં સન્માન થવાનુ છે.
પુરસ્કાર સમારંભમાં આ ઉપરાંત સુપ્રસિદ્ધ મહિલા ખેલાડીનુ લાઇફટાઇમ અચીવમેંટ ઍવૉર્ડ વડે સન્માન કરવામાં આવશે અને એક યુવા મહિલા ખેલાડીનુ નામ બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ યર તરીકે કરવામાં આવશે.
નૉમિનીઝની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ગત વર્ષના બીબીસી લાઇફટાઇમ અચીવમેંટ 9ટ
ઍવૉર્ડ વિજેતા અંજુ બોબી જ્યાર્જ ભારતીય સ્પાર્ટસની વર્તમાન સ્થિતિ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો  અને કહ્યુ હતું, પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત પૂરતા પ્રયાસ કરી રહ્યુ છે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, પરંતુ આપણે લાયકાત ધરાવતા સારા શિક્ષકોની જરૂર છે.માતા-પિતા પણ તેમનાં સંતાનોને સ્પાર્ટસ ક્ષેત્રે મોકલવા ઈચ્છે છે, પરંતુ કેટલીક વખત સલામતીની સમસ્યા નડે છે.”
અંતિમ યાદીમાં પસંદગી પામવા બદલ નૉમિનીઝે આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો અને 2020 ટોક્યો સમય ઑપ્લિમ્પ્ક્સમાં ચોથા  સ્થાને રહેલા અદિતિ અશોક કહે છે “હું કૃતજ્ઞ અને આભારી છું, કારણ કે આ વર્ષ ષ< મારા માટે સારું રહ્યુ છે અને મારું પર્ફોર્મેંસ શાનદાર રહ્યુ છે. ભારતમાં ગૉલ્ફની લોકપ્રિયતા વધી રહી છે તેનો મને આનંદ છે.”
પૅરાલિમ્પિક્સમાં ભારત માટે સૌપ્રથમ સુવર્ણચંદ્રક જીતી લાવેલાં અવિન લેખરા કહ" છેઃ “મેં પાછલાં છ વર્ષમાં જે આકરી મહેનત કરી છે તેને ધ્યાનમાં લેવામાં આવી છે તેનો મને ખરેખર આનંદ છે. મારું લાંબા ગાળાનુ લક્ષ્ય 2024ની પેરૉલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક જીતવાનુ છે 


2020ની ટોક્યો ઑલિમ્પિઝમાં બોંઝ જીતી લાવેલા લોવલીના બોગહાઈ કહે છે આપણે છોકરી છીએ એટલે કંઈ 
ન કરી શકીએ એવું આપણે ક્યારેક વિચારવું ન જોઈએ. આપણે-મહિલાઓ કંઈ પણ કરી  શકીએ છીએ, આપણે સર્વસમાન છીએ”

સતત બે વખત ઑલિમ્પિક્સ મેડલ્સ જીતી ચૂકેલા પી વી સિંધુ કહે છેઃ “સફળતા આસાનીથી મળતી નથી. કેટલાક મહિનાઓ જ નહી, પણ વર્ષો સુધી આકરી મહેનત કરવી પડે છે. દરેક દિવસ એક નવી પ્રક્રિયા હોય છે અને એ રીતે તમે ચોક્કસ સ્તર સુધી પહોંચો છો 2017ની વર્લ્ડ વેઇટલિફટિંગ ચેમ્પિયનશિપ્સમાં સુવર્ણચંદ્રક અને 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં રજતચદ્રક જીતી લાવેલાં સાઈખોમ મીરાબાઈ ચાનુ છેઃ “મે લોકોને એવું કહેતા " સાંભળ્યા હતા કે છોકરીઓ વધુ વજન ઉંચકી  ન શકે અને  અને ઉંચકે  તો તેમનાં શરીરને નુકસાન થાય. આ વાત સાચી નથી. મને કશું થયું નથી. મતદાનની માહિતીઃ લોકો મફતમાં ઑનલાઇન મતદાન કરી' શક" છે BBC ISWOTY Voting Page, મતદાનના નિયમો અને શરતો જાણવા અહીં ક્લિક કરો Voting terms and conditions.

 
આ વર્ષે પસંદગી પામેલા ખેલાડીઓની પ્રેરણાદાયક જીવનયાત્રા વિશે વિગતવાર માહિતી આપતા શ્રેણીબદ્ધ કાર્યક્રમો બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટસ પર જોવા મળશે.તમામ નૉમિમનીઝ વિશેની એક ડૉક્યુમેંટરી ફિલ્મનુ પ્રસારણ બીબીસી વર્લ્ડ ન્યુઝ ચેનલ પર શનિવાર, 19 ફેબ્રુઆરી'એ ભારતીય સમય મુજબ રાતે11 વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય મુજબ 17.30 વાગ્યે), રવિવારે 20 ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ સવાર" દસ વાગ્યે ( (આંતરરાષ્ટ્રીય સમય મુજબ 04.30 વાગ્યે) અને સાંજે ચાર વાગ્યે (10.30 વાગ્યે) કરવામાં
આવશે. ભારતમાં મહિલા પેરા-ઍથ્લીટસના ઉદય વિશેનો એક ખાસ લેખ બીબીસી સ્પાર્ટ્સ પર પ્રકાશિત કરવામાં આવશે.
 
 
બીબીસી ઇન્સિયન સ્પાર્ટસવુમન ઑફ ધ યર 2022 નૉમિનીઝનો પરિચય 
અદિતિ અશોક, ગૉલ્ફર 
વયઃ 23 વર્ષ 
 
ગોલ્ફમાં અદિતી અશોક  મેળવેલી સફળતાએ ભારતમાં મહિલા ગોલ્ફમાં રસ જગાવ્યો છે. અદિતિ 2016માં રિયો ઑલિમ્પિક્સ માટેની ભારતીય ખેલાડીઓની ટુકડીના સૌથી ઓછી વયના સભ્યો પૈકીના એક હતાં. એ વખતે તેઓ 18 વર્ષના હતાં. એ જ વર્ષમાં તેઓ
લેડીઝ યુરોપિયન ટૂર ઇવેન્ટ જીતનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતાં. 23 વર્ષના અદિતિ 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહ્યા હતાં.
 
 
અવનિ લેખરા, પૅરા-શૂટર 
વયઃ 20 વર્ષ
અવનિ લેખરા પૅરાલિમ્પિક્સ ગેમ્સમાં સુવણુ ચંદ્રક જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા છે. 2020ની ટોક્યો પેરાલિમ્પિક્સમાં વિમેંસ 50મીટર રાઇફલ થ્રી પોઝિશંસ એસએચવનમાં તેમણે નવો પૅરાલિમ્પિક્સમાં રેકાર્ડ સર્જ્યો હતો. બાળપણમાં થયેલા ગંભીર કાર અકસ્માતને કારણે તેમના શરીરનો કમરથી નીચેનો હિસ્સો પેરલાઇઝ થઈ ગયો હતો. એ દુર્ઘટના પછી અવિનના પિતાએ તેમને શૂટિંગમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ હતું અને એ પછી અવિનએ ક્યારેય પાછુ વાળીને જોયુ નથી. સ્પાર્ટ્સમાં પોતાનો શોખ આગળ ધપાવવાની સાથે અવિન કાયદાનો અભ્યાસ પણ કરી રહ્યા છે.

લોવલીના બોર્ગોહાઈ, બૉક્સર
વયઃ 24 વર્ષ 
 
લોવલીના બોર્ગોહાઈ, ટોક્યો ઑલિમ્પિક્સમાં બોંઝ મેડલ જીતીને ઑલિમ્પિક્સજ્માં કોઈ મેડલ જીતનાર
ત્રીજા ભારતીય બૉક્સર બન્યા હતાં.વિવિધ ચેમ્પિયનશિપ તેઓ સંખ્યાબંધ મેડલ્સ જીત્યા છે. 2018માં પ્રારંભિક ઇન્ડિયા ઓપનમાં ગોલ્ડ મેડલ જીતીને તેઓ પ્રકાશમાં આવ્યા હતાં. એ પછી તેમણે ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી કૉમનવૅલ્થ ગેમ્સમાં ભારતનુ પ્રતિનિધત્વ કર્યુ હતું. ઈશાન ભારતીય રાજ્ય આસામમાં જન્મેલાં લોવલીનાએ તેમની બે મોટી બહનોથી પ્રેરિત થઈને કિકબૉક્સર તરીકે શરૂઆત કરી હતી, પરંતુ હવે બૉક્સિંગ તેમની ઓળખ બની ગઈ છે.
પી સિંધુ બેડમિંટન 
વયઃ 26 વર્ષ 
પુસારાલા વેંકટ (પીવી) સિંધુ સતત બે ઑલિમ્પિક્સમાં મેડ્લ્સ જીતેલાં સૌપ્રથમ ભારતીય
મહિલા ખેલાડી છે. તેઓ 2016ની રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર  અને 2020 ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રોંઝ મેડલ જીત્યા હતાં. સિંધુએુ 2021માં બૅડિમન્ટન વર્લ્ડ ફેડરેશનમાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.  તેમણે જાન્યુઆરી 2022માં સૈયદ મોદી ઈન્ટરનેશનલ બૅડિમન્ટન ટાઇટલ પણ જીત્યુ હતુ. 2019 માં બૅડિમન્ટ્ન ચમ્પિયનશિપ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી  બનીને તેમણે ઇિતહાસ સર્જ્યો હતો. તેઓ લોકમતદાન વડે  2019માં બીબીસી ઇન્ડિયન સ્પાર્ટસવુમન ઑફ ધ યર ઍવૉર્ડના સૌપ્રથમ વિજેતા બન્યા 
હતાં.
 
સાઈખોમ મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગ 
વયઃ 27 વર્ષ 
 
2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર  મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા વેઈટલિફ્ટર બનીને ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ ઈતિહાસ સર્જ્યો હતો. 2016માં રિયો ગેમ્સમાં વજન ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા અને અને આ રમતને લગભગ છોડી દીધા પછીએ મીરાબાઈએ લાંબો પંથ કાપ્યો છે. 2017માં વર્લ્ડ વેઈટ્લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સમાં તેઓ ગોલ્ડ મેડલ જીત્યા હતાં. ઈશાન ભારતીય રાજ્ય મણીપુર ટી સ્ટૉલના માલિકના પરિરવારમાં જન્મેલાં મીરાબાઈ તેમની સ્પૉર્સ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં પારાવાર
નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યો હતો.


BBC ISWOTY ઍવૉર્ડની પસંદગી સિમિતના
સભ્યોનો પરિચય
બીબીસી ઈંડિયન સ્પાર્ટવુમન ઑફ ધ યર ઍવૉડ,ની ત્રીજી આવૃની જ્યુરીનો પરિચય મેળવી લેવો
જરૂરી  છે.
આ જ્યુરીમાં સ્વતંત્ર પત્રકાર આદેશકુમાર ગુપ્તા, ઈએસપીએન ચેનલના સ્ટાફ રાઇટર ઐશ્વર્ય કુમાર લક્ષ્મીનારાયણપુરમ, બીબીસી સ્પાર્ટના ડાઈવિસિટી પ્રોડ્યુસર- ક્રિકેટ આર્ચી કલ્યાણા, સ્પોર્ટસ જર્નલિસ્ટ- 
બ્રોડ્કાસ્ટર સી. વેંકટેશ, સ્વતંત્ર સ્પોર્ટસ પત્રકાર દીપ્તિ પટવર્ધન, બીબીસી સ્પોર્ટસના ગ્લોબલ ડેવલપમેંટ 
પ્રોડ્યુસર ગિલેફ ગોફોર્ડ, સ્વતંત્ર સ્પોર્ટસ પત્રકાર હરપાલસિંહ બેદી, અમર ઉજાલા દૈનિકના ન્યુઝ એડિટર 
હેમંત રસ્તોગી, બીબીસી ન્યુઝનાં પત્રકાર જાન્હવી મૂળે, ચંદ્રિકા ડેઈલીના તંત્રી કમલવરાદૂર, માતૃભૂમિ દૈનિક –કેરળના આસિટ્ંટ એડિટર કે વિશ્વનાથ, ધ ટાઇમ્સ ઑફ ઈંડિયા દૈનિકના સ્પૉર્ટસ વિભાગના આસિટ્ંટ એડિટર મંજુલા વીરપ્પા, ધ બ્રીજના કંટેંટ મૅનેજર મોહમ્મદ ઈમ્તિયાઝ, ધ વીકના ડેપ્યુટી બ્યુરો ચીફ તથા સ્પોર્ટસ રાઇટર નીરુ ભાટિયા, સ્વંતત્ર પત્રકાર નિખિલ નાઝ,   સ્વતંત્ર સ્પોર્ટસ પત્રકાર નોઇસ પ્રીતમ બીબીસી ન્યુઝના સીનિયર પત્રકાર પકંજ પ્રિયદર્શની, સ્પોર્ટસકીડાના ક્રિકેટ તથા ભારતીય વ્સ્પોર્ટસ મેનેજર પ્રસેન મોદુગલ, લોકસત્તા દૈનિકના સ્પોર્ટસ વિભાગના આસિસ્ટંટ એડિટર પ્રશાતં કેણી, પબ્લિક એશિયાના નેશનલ સ્પાર્ટસ એડિટર રાજેન્દ્ર સજવાન, મલયાલા મનોરમાના સ્પેયશ્યલ લ કોરસ્પોડ્ંટ રાજીવ મેનન, ધ હિન્દુના ડેપ્યુટી એડિટર તથા દિલ્હી સ્પોર્ટસ બ્યુરોના વડા રાકેશ રાવ, ઇન્ડિયા ઓલ સ્પોર્ટસ (ટ્વિટર)ના સ્થાપક રાવદીપ સિહં મેહતા, બીબીસી ન્યુઝના સીનિયર પત્રકાર રેહાન ફઝલ, ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેઅના સ્પોર્ટસ એડિઅર રિકા રોય, બીબીસી ન્યુઝના ભારત ખાતેના વડા એઊપા ઝા, ન્યુઝ 18 તમિલનાડુના સીનિયર કોરસ્પોંડટ સદયાંદી એ ઓડિયા દૈનિક નિર્ભયના સ્પોર્ટસ ગાંવ તથા પિસ્સ્ટોરી સાથે સંકળાયેલા સ્પોર્ટસ પત્રકાર સૌરભ દુગ્ગલ, હિન્દુસ્તાન ટાઇમ્સના વિભાગના ચીફ કં ટેંટ પ્રોડ્યુસર શાલિની ગુપ્તા,  સ્વતંત્ર સ્પોર્ટસ પત્રકાર શારદા ઉગ્રા, ઈસ્ટર ક્રોનિકલના તત્રી એસ. સબાનાયકન, દૈનિલ આસામના સ્પોર્ટસ વિભાગના ન્યુઝ બ્યુરોના વડા સુબોધ મલ્લા બરુઆ, ઓડિયા દૈનિક સમ્બાદના સ્પોર્ટસ એડિટર સુરેશ કુમાર  સમાવશે થાય છે.