શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 જાન્યુઆરી 2022 (13:47 IST)

પાકિસ્તાનમાં બરફવર્ષાનું ભયાનક દ્રશ્ય: ભારે હિમવર્ષામાં 1000 પ્રવાસી વાહનો અટવાયા; 10 બાળકો સહિત 23ના મોત, 10 લોકો કારમાં થીજી ગયા

પાકિસ્તાન ના પંજાબમાં  મુરીના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે 1000 થી વધુ પ્રવાસી વાહનો રસ્તાની વચ્ચે અટવાયા છે, જેમાં હજારો લોકો સવાર છે. બીબીસીના અહેવાલ મુજબ શનિવારે આ વાહનોમાં ફસાયેલા લોકોમાંથી 10 બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 10 લોકો કારમાં જ થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા છે
 
કારમાં જ થીજી જવાને કારણે મૃત્યુ પામેલા લોકોનો દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ સાથે ખરાબ હાલતથી પીડિત પ્રવાસીઓના વીડિયો અને ફોટો પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે


 
મૃતકોમાં એક પોલીસકર્મીનો પરિવાર પણ સામેલ હતો.
ઈમરજન્સી રેસ્ક્યુ સર્વિસ 1122 દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મૃતકોમાં એક પોલીસકર્મી, તેની પત્ની અને 6 બાળકો પણ સામેલ છે. અન્ય એક પરિવારના 5 લોકોના મોતના સમાચાર પણ છે. એક પ્રવાસી ઉસ્માન અબ્બાસીએ ફોન પર જણાવ્યું કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે. માત્ર પ્રવાસીઓ જ  નહીં, સ્થાનિક લોકોના વાહનો પણ જામમાં  અટવાયા છે.
 
 
પાકિસ્તાની ગૃહમંત્રીએ કહ્યું- એક લાખથી વધુ વાહનો પહોંચ્યા
 
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણવા પહોંચ્યા હતા, પરંતુ શનિવારે પરત ફરતી વખતે રસ્તા પર ફસાઈ ગયા હતા. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદના જણાવ્યા અનુસાર બ્રિટિશ વસાહતી શહેર મુરીમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 1 લાખથી વધુ પ્રવાસી વાહનોના આગમનને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
 
સેના બચાવ કામગીરીમાં લાગી છે
 
મુરી, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની ઉત્તરે આવેલું એક નાનું પર્યટન સ્થળ છે જે સમુદ્ર સપાટીથી લગભગ 7500 ફૂટની ઊંચાઈએ આવેલું છે. તે 19મી સદીમાં બ્રિટિશ આર્મી દ્વારા તેના તબીબી આધાર તરીકે સ્થાયી થયું હતું. પહાડી વિસ્તાર હોવાના કારણે પાકિસ્તાની સેના પ્રવાસીઓના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. પરંતુ તેમને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.