બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (14:41 IST)

અત્યાર સુધીમાં 23 સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું

ગીરમાં 12મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ટપોટપ 23 સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢ થી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી છે. સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં. ગીરમાં અત્યાર સુધીમાં 23 સિંહોના મોત બાદ પણ હજુ કેટલાંક સિંહો વાયરસની અસર તળે છે અને તેમની સ્થિતિ નાજુક બતાવામાં આવી રહી છે.

ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એક કોષીય સજીવ અમીબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાથી પણ વેક્સિન મંગાવી છે.

વન તંત્રના ઉચ્ચ અધિકારીએ આખરે સિંહોમાં ‘ કેનાઈન ડિસ્ટેમ્પર ‘ નામની ઘાતક બીમારી હોવાનો સ્વીકાર કર્યો છે. હાલમાં વધુ 3 સિંહોની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે. આજે દલખાણીયા રેન્જના વધુ બે સિંહોએ પણ સારવાર દરમિયાન દમ તોડયો હતો. સિંહોને કુદરતી શિકારને બદલે તૈયાર મારણ આપવાથી બીમારી વકરી છે.  ગીરમાં 64 ટીમો દ્વારા 600 સિંહોના સ્ક્રિનિંગનું નેતૃત્વ કરનાર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અક્ષય સક્સેનાએ જણાવ્યું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જણાતા તમામ સિંહોનું પરીક્ષણ થઇ રહ્યું છે.