Vastu tips: આ છોડની વેલ ઘરની આ દિશામાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં થશે ધનનો વરસાદ
Aparajita Plant Vastu Tips - વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું વાવેતર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. કેટલાક છોડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. આ છોડમાંથી એક અપરાજિતા વેલ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શનિની પૂજામાં અપરાજિતા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં અપરાજિતા વેલના અનેક ફાયદા જણાવ્યા છે. વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે.
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે