બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 23 ઑગસ્ટ 2021 (18:30 IST)

યૂપીના પૂર્વ CM કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે આપી અંતિમ વિદાય

રામમંદિર આંદોલનના પ્રણેતા યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલીન થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર બુલંદશહેર જનપદના નરૌરામાં ગંગા તટ પર બાસી ઘાટ પર કરવામાં આવ્યો. પુત્ર રાજવીરે મુખાગ્નિ આપી. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીએમ યોગી, ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ પુષ્પ ચક્ર ચઢાવીને શ્રદ્ધાંજલિ આપી. 
 
આ પહેલા, તેમના પાર્થિવ શરીરને તેમના વતન અલીગઢથી તેમના વતન ગામ અત્રૌલી લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકો પોતાના લોકપ્રિય નેતાની અંતિમ ઝલક જોવા માટે ભેગા થયા હતા. ગંગા કિનારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, પોલીસને તમામ નેતાઓ અને સેલિબ્રિટીઝની ભીડને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ સીએમ યોગીએ માઇક હાથમાં લેવું પડ્યું હતું અને લોકોને તેમની જગ્યાએથી  જ શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી હતી.

 
ગૃહમંત્રી અમિત શાહ પણ અલીગઢના અત્રૌલી પહોંચ્યા અને અહિલ્યા બાઈ સ્ટેડિયમમાં કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.