સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 ઑગસ્ટ 2021 (19:21 IST)

સ્વામીજીની અંતિમ વિદાય- :પંચમહાભુતમાં વિલિન લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીની અંતિમ વિદાય

સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. પંચમહાભુતમાં વિલિન લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીની અંતિમ વિદાય.  પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં. 
 
અંત્યેષ્ટી માટે ચંદન,કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થયો હતો. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાયો હતો. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા.