બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (16:25 IST)

સ્વામીજીના નિધન પર મોદીની શ્રદ્ધાંજલિ- પ્રધાનમંત્રીજીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર પત્ર લખીને દુખ વ્યક્ત કર્યુ.

PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી:પત્ર લખીને કહ્યું: 'હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી અત્યંત દુઃખ થયું, હું સદભાગી છું કે, તેમના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો' Hariprasad Swami Maharaj
 
પ્રધાનમંત્રીજીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર પત્ર લખીને દુખ વ્યક્ત કર્યુ.  પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના નિધનના સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું.
 
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી પામ્યા છે. સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. ત્યારે દેશવિદેશમાં વસતા તેમના લાખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

ભક્તો તેમના અંતિમ દર્શનની ઝલક મેળવવા માટે સોખડા મંદિર પહોંચી રહ્યા છે. રાત્રે હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તોની ગઈકાલ રાતથી જ સોખડા મંદિર ખાતે આવવાના શરૂઆત થઈ ગઈ છે.