ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 જુલાઈ 2023 (13:03 IST)

Rajasthan: 'તો દેશમાં 15 રૂપિયા લીટર મળશે પેટ્રોલ," નિતિન ગડકરીએ રેલીમાં કેમ કર્યો આવો દાવો ?

nitin gadkari
nitin gadkari
Rajasthan Assembly Election 2023 કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પ્રતાપગઢમાં કહ્યુ કે પેટ્રોલ હવે 15 રૂપિયા લીટર થઈ શકે છે. હુ ઓગસ્ટમાં ટોયોટા કંપનીનીની ગાડીઓ લોંચ કરી રહ્યો છુ. હવે બધી ગાડીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઈથેનૉલ દ્વારા ચાલશે.  દેશનો ખેડૂત હવે અન્નદાતા જ નહી ઉર્જાદાતા પણ બનશે. 

 
કેન્દ્રીય મંત્રી  નિતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે 40 ટકા વીજળી અને 60 ટકા ઈથેનૉલનુ એવરેજ પકડાશે તો પેટ્રોલનો ભાવ 15 રૂપિયા લીટર થઈ જશે.  તેનાથી દેશની જનતાનુ ભલુ થશે.. તેનાથી દેશની જનતાનુ ભલુ થશે. પ્રદૂષણમાં કમી આવશે. સાથે જ ખેડૂત અન્નદાતાથી ઉર્જાદાતા બનશે. ગડકરીએ કહ્યુ કે અમારી સરકારની કમાલ છેકે આજે હવાઈ જહાજનુ ઈંધણ પણ ખેડૂત બનાવી રહ્યો છે.  
 
ગડકરીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર 
સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો, પરંતુ આટલા વર્ષો સુધી શાસન કર્યા બાદ પણ તે ગરીબી હટાવી શકી નથી. હા, આ   એક વાત ચોક્કસ બની છે કે કોંગ્રેસે પોતાના ખાસ લોકોની ગરીબી દૂર કરી.