રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (15:20 IST)

હવે તમે ઉડીને જઈ શકશો ઓફિસ, મેડ ઈન ઈંડિયા ફ્લાઈંગ કાર આ દિવસે થશે લોંચ, ટોપ સ્પીડ 120Kmph

હવે તમને ઓફિસ જતી વખતે ટ્રાફિક જામની સમસ્યા આવે છે તો તમને બતાવી દઈએ કે આ જલ્દી ખતમ થવાની છે.  ભારતીય જલ્દી પોતાના સ્થાન સુધી ઉડનારી હાઈબ્રિડ કાર દ્વારા જઈ શકશે. તેને લઈને ચેન્નઈ બેસ્ડ સ્ટાર્ટઅપ એશિયાની પહેલા હાઈબ્રિડ ફ્લાઈંગ કાર બનાવવાની છે. 
 
આ ફ્લાઈંગ કારનો યુઝ ટાંસપોર્ટ, કાર્ગો ઉપરાંત મેડિકલ ઈમરજેંસી સર્વિસ માટે પણ કરી શકાય છે. તેને લઈને ઉદ્દયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાએ પણ ટ્વીટ કર્યુ. તેમણે જણાવ્યુ કે તેમણે એશિયાની પ્રથમ હાઈબ્રિડ ફ્લાઈંગના કૉન્સેપ્ટ વિશે બતાવ્યુ. તેને ચેન્નઈ બેસ્ડ સ્ટાર્ટઅપની યંગ ટીમ બનાવી રહી છે. 

 
ચેન્નઈ બેસ્ડ Vinata Aeromobility હાઈબ્રિડ ફ્લાઈંગ કારને 5 ઓક્ટોબરના રોજ લોન્ચ કરશે. Vinata Aeromobility દુનિયાની સૌથી મોટી હેલિટેક પ્રદર્શની - એક્સેલ, લંડનમાં તેને લોન્ચ કરવા માટે તૈયાર છે. 
 
આ કારમાં ડિઝિટલ ઈસ્ટ્રુમેંટ સાથે આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ આપવામાં આવ્યુ છે.  તેનાથી કારની ડ્રાઈવિંગ અને ફ્લાઈંગ વધુ સારી રહેશે.  કંપનીનો દાવો છે કે આ કાર શાનદાર છે. તેનુ એક્સટીરિયર સારુ દેખાનારુ છે. 
 
જેમા GPS ટ્રેકર આપવામાં આવ્યુ છે. આ સાથે જ બોર્ડ પર ઈંટરટેનમેંટની પણ સુવિદ્યા આપવામાં આવી છે. કારમાં પેનોરમિક વિંડો કૈનોપી આપવામાં આવી છે. તેનાથી 360 ડિગ્રી વ્યુ મળે છે. કારનુ વજન લગભગ 1100 કિલોગ્રામ છે અને આ 1300 કિલોગ્રામ સુધીના વજનને લઈને ટેકઓફ કરી શકે છે. 
 
Vinata Aeromobiityના હાઈબ્રિડ કારને ડુઅલ ટ્રેવલર માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેની સ્પીડ 100-120 કિમી/પ્રતિ કલાક સુધી જઈ શકે છે.  મૈક્સિમ ફ્લાઈટ ટાઈમ 60 મિનિટ છે અને આ 3000 ફિટ સુધી ઉપર જઈ શકે છે.  આ કાર બાયો-ફ્યુલનો યુઝ કરે છે.  સેફ્ટીનુ પણ તેમા ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. 
 
તેમા અનેક મોટર્સ અને પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે. તેનાથી જો એક કે તેનાથી વધુ મોટર કે પ્રોપેલર ફેલ પણ થાય છે છતા પણ આ સહી સલામત લૈંડ કરી જશે.  પાવર ખતમ થતા બ્રેકઅપ પાવરથી ઈલેક્ટ્રિસિટી મોટરને આપવામાં આવશે.