સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 ઑગસ્ટ 2022 (14:13 IST)

Amitabh Bachchan Corona Positive: અમિતાભ બચ્ચન ફરી થયા કોરોના પૉઝિટિવ કેબીસીની શૂટિંગ પડશે અસર

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન કોવિડ-19 પૉઝિટિવ થઈ ગયા છે. તેણે મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી. સાથે જ તે બધા લોકોથી તેમના ટેસ્ટ કરાવવાની અપીલ કરી જે તેમના સંપર્કમાં આવ્યા છે. અમિતાભ બચ્ચનએ મોડી રાત્રે ટ્વીટ કરતા લખ્યુ છે "હુ પણ કોવિડ પૉઝિટિવ થઈ ગયો છુ તે લોકો જે મારી સાથે કે આસપપાસ રહ્યા છે તે કૃપ્યા તેમનો ટેસ્ટ કરાવી લે. તેમના પોસ્ટની સાથે અમિતાભએ હાથ જોડરા ઈમોજી પણ શેયર કર્યો છે. 
 
બિગ બી આ દિવસો "કૌન બનેગા કરોડપતિ" ના સીઝન 14ની શૂટિંગ કરી રહ્યા છે. તેણે જ્યારે ગયા વખતે કોરોના થયો હતો. ત્યારે પણ તે કેબીસી 13ની શૂટિંગ કરી રહ્યા હતા. કોવિડ પૉઝિટિવ થવાના કારણે તેણે ઘણા દિવસો સુધી શૂટિંગથી બ્રેક લેવો પડ્યો હતો. એવુ પણ માનવામાં આવી રહ્યો છે કે અમિતાભ બચ્ચન આ સમયે પણ કેબીસી 14 ની સ્ગૂટિંગથી બ્રેક લઈ શકે છે.