મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 25 જૂન 2022 (10:25 IST)

Karisma Kapoor Birthday: કરીના કપૂર સાથે આ રીતે ઉજવ્યો બર્થડે, અહી જુઓ ફોટા

karishma kapoor
બોલિવૂડની 90 ના દાયકાની સુપરસ્ટાર કરિશ્મા કપૂર પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. રણધીર કપૂર અને બબીતાની પુત્રી કરિશ્માએ 17 વર્ષની ઉંમરે પ્રેમ કૈદી ફિલ્મથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે એક પછી એક હિટ ફિલ્મો આપી. પોતાના બર્થડે ઈવ પર  કરિશ્મા પોતાની બહેન કરીના અને ફ્રેંડ્સ  સાથે હતી.

કરિશ્માની બર્થ ડે પાર્ટીમાં કપૂર સિસ્ટર્સની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ હાજર હતી. અમૃતા અરોરાએ બર્થડે સેલીબ્રેશનની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમ તો મલાઇકા અરોરા પણ આવા સેલીબ્રેશનમાં હંમેશા જોવા મળે છે, પરંતુ તે આ વખતે જોવા મળી નહોતી. કરીના, કરિશ્મા અને અમૃતાએ એક સાથે ફોટો પણ ક્લિક કર્યા, જેને સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
 
કરીનાના ઘરે હતી પાર્ટી 
 
આ વિશેષ પ્રસંગે ત્રણેયે શિમરી ડ્રેસ પહેરી હતી. ત્રણેય કેમેરાની સામે જોતા પોઝ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે જન્મદિવસની ઉજવણી કરીના કપૂરના ઘરે થઈ હતી. પહેલા પણ લાંબા સમય પછી કરીનાએ મિત્રોને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર મલાઇકા અરોરા સાથે પણ જોવા મળ્યા હતા. 

વર્કફ્રન્ટ
 
જો કરિશ્મા કપૂરની કેરિયરની વાત કરીએ, તો તે લગ્ન પછીથી જ ડામાડોલ છે.  2020 માં કરિશ્મા વેબ સિરીઝ 'મેન્ટલહુડ'માં જોવા મળી હતી. આમાં તેના પાત્રનું નામ માયરા શર્મા હતું. કરીના કપૂર વિશે વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ઇરફાન ખાન સાથેની 'અંગ્રેજી મીડિયમ' હતી. કરીના ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' માં જોવા મળશે.