રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2017 (10:32 IST)

B'DAY SPL: જયા કે રેખા નહી પણ આ યુવતી હતી Big B નો પ્રથમ પ્રેમ

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર અમે બતાવી રહ્યા છીએ તેમની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો 
 
બિગ બી અને જયા બચ્ચનની જોડી બોલીવુડ માટે એક મિસાલ છે. જો કે બંનેના લગ્ન વચ્ચે રેખાનુ નામ પણ સામે આવ્યુ. પણ પછી બંનેયે પોતાનો સંબંધ સાચવ્યો. 
 
રેખા અને બિગ બીનુ નામ ખૂબ ચર્ચામાં રહ્યુ છે. અહી સુધી કે બંનેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા. 
 
પણ તમને એ જાણીને આશ્ચર્ય લાગશે કે રેખા અને જયા બિગ બીનો પ્રથમ પ્રેમ નહોતી. આ બંને પહેલા બિગ બી કોઈ અન્યને પોતાનુ દિલ આપી ચુક્યા હતા.
 
 મીડિયા રિપોર્ટ્સ મુજબ બિગ બી પહેલા એક મહારાષ્ટ્રીય યુવતીને પ્રેમ કરતા હતા. બિગ બી તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા.  પણ કોઈ કારણસર બંનેના લગ્ન ન થઈ શક્યા. રિપોર્ટ્સ મુજબ પછી એ યુવતીએ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા હતા.