Biodata Maker

સોનાક્ષી સિન્હાએ ઓનલાઈન શોપિંગ કરવુ પડ્યુ મોંઘુ, મંગાવ્યો હેડફોન અને મળ્યો લોખંડનો ટુકડો !!

Updated: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (11:13 IST)
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ને ઓનલાઈન શોપિંગ કરવુ ખૂબ જ મોંઘુ પડી ગયુ છે. આ વાતનો ખુલાસો ખુદ સોનાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સોનાક્ષીએ અમેજન (Amazon)  પરથી હેડફોન મંગાવ્યો પણ બદલામાં તેને લોખંડનો ટુકડો મળ્યો. આ વાતથી નારાજ સોનક્ષીએ અમેજનની ક્લાસ લીધી અને જણાવ્યુ કે આ પૂરા મામલામાં તે ઠગી અનુભવી રહી છે. 
<

Hey @amazonIN! Look what i got instead of the @bose headphones i ordered! Properly packed and unopened box, looked legit... but only on the outside. Oh and your customer service doesnt even want to help, thats what makes it even worse. pic.twitter.com/sA1TwRNwGl

— Sonakshi Sinha (@sonakshisinha) December 11, 2018 >
ઉલ્લેખનેયે છે કે તાજેતરમાં જ સોનાક્ષીએ અમેજન પાસેથી પોતાનો એક હેડફોન મંગાવ્યો હતો. પણ જ્યારે પ્રોડક્ટની ડિલીવરી કરવામાં આવી તો પાર્સલ ખોલ્યા પછી તે જોઈને દંગ થઈ ગઈ. તેમણે હેડફોન નહી પણ લોખંડનો એક ટુકડો ડિલીવર કરવામાં આવ્યો છે. 
 
સોનાક્ષીએ ટ્વિટર પર અમેજનને ફટકાર લગાવતા લખ્યુ કે અમેજન મે તમારે માટે હેડફોન્સ મંગાવ્યા હતા પણ આ જુઓ મને શુ મળ્યુ છે. સંપૂર્ણ રીતે પેક્ડ અને ખુલેલો પણ નહી. જોવામાં એકદમ પરફેક્ટ છે. પણ ફક્ત બહારથી. અને હા તમારો કસ્ટમર સર્વિસ મદદ પણ નથી કરવા માંગતો.  જેને કારણે આ સ્થિતિ હવે વધુ બદતર થઈ ગઈ છે. 
 
સોનાક્ષી દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલી ફરિયાદ પછી અમેજને તેના પર તરત જવાબ આપ્યો અને કહ્યુ ઓહ.. આ વિશ્વાસ નથી થતો. તમારે માટે તાજેતરનો શોપિંગ અનુભવ અને અમારા સપોર્ટ ટીમ સાથે સંપર્ક કરવાના અનુભવ માટે અમે માફી ચાહીશુ. કૃપા કરીને તમારી માહિતી અહી શેયર કરો. અમે સીધો તમારી સાથે સંપર્ક કરવાનો 
 
ઉલ્લેખનીય છે કે સોનાક્ષીના આ ટ્વીટને જોયા પછી લોકોએ જોરદાર અમેજનની ખિલ્લી ઉડાવી અને એક પછી એક અનેક  ટ્વીટ્સ કર્યા. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આગળનો લેખ
Show comments