રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (08:59 IST)

કોરોના વાયરસના કેસ શિયાળામાં વધવાની શક્યતા કેમ છે, આવો જાણીએ 10 કારણ

વિશ્વમાં કોરોના સંકમણ સતત  ચાલુ છે. ભારત આ મામલે વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અત્યાર સુધીમાં 75 લાખથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં હજુ શિયાળો શરૂ થયો નથી, પરંતુ નિષ્ણાતોનુ માનવુ છે કે શિયાળાના આગામી મહિનાઓમાં કોરોનાના કેસ ઝડપથી વધી શકે છે. આની પાછળ ઘણા કારણો છે. ચાલો આપણે જાણીએ કે કયા કારણોસર કોરોનાનો ફેલાવો વધવાની શક્યતા છે. 
 
 
1. બ્રિટનમાં શિયાળાની શરૂઆત સાથે કોરોના કેસોમાં 40%નો  વધારો.
 
2. એવી આશંકા બતાવાઈ રહી છે  કે આ બ્રિટનમાં આ શિયાળામાં અંદાજે 120,000 લોકોના મૃત્યુ  થશે.
 
3. શરૂઆતના મહિનાઓમાં રોગ ફાટી નીકળવાના થોડા દિવસ  દરમિયાન એવી અફવા હતી કે ગરમ અને ઠંડા હવામાનથી કોરોના વાયરસનો નાશ થઈ શકે છે, પરંતુ વાયરસ ગરમી અને ચોમાસાથી બચી ગયો છે. શિયાળામાં વધારો થવાની સંભાવના છે.
 
4. શિયાળામાં અન્ય પ્રકારનાં ફ્લૂનો ફેલાવો થવાની સંભાવના વધારે છે. તેથી, કોરોના વાયરસ માટે પણ આવો ન વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની ચોખવટ થઈ નથી.
 
5. અભ્યાસ  દર્શાવે છે કે સ્પેનિશ ફ્લૂ, એશિયન ફલૂ, હોંગકોંગ ફ્લૂ સહિતના તમામ શ્વાસને સંબંધિત રોગચાળાએ સમાપ્ત થયાના છ મહિના પછી બીજી લહેરનો સામનો કર્યો.  પરંતુ કોરોના વાયરસના કેસમાં તે શિયાળાની સાથે મેળ ખાશે. 
 
6.  કોરોના વાયરસ પહેલીવાર નવેમ્બર 2019 માં વુહાનમાં મળી આવ્યો હતો, તેથી આ નવેમ્બરમાં પણ તેના ફેલાવાની શક્યતા છે. 
 
7. એક અભ્યાસ મુજબમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના કેસ શિયાળામાં વધુ આવે છે.
 
8. શ્વાસની તકલીફવાળા લોકો શિયાળા દરમિયાન વધુ પીડાય છે. તે ભારતમાં પ્રદૂષણ સાથે તેને જોડવામાં આવી રહ્યુ છે, કારણ કે મોટા શહેરો ખૂબ પ્રદૂષિત છે.
 
9.  કોરોનાના વ્યવ્હારમાં અત્યાર સુધી હવામાન પરિવર્તનને કારણે કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જેમ જેમ એ દેશોમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યા તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થયું છે. તેથી એવી આશંકા કરવામાં આવી રહી છે કે ભારતમાં પણ શિયાળા દરમિયાન કોરોના વધુ સક્રિય બનશે.
 
10. નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં વધુ અનલોક થવાની સંભાવના છે. તહેવારોની સીઝનમાં નવેમ્બર-ડિસેમ્બરમાં હજુ વધુ વધુ ટ્રેનો, ફ્લાઇટ્સ, આંતરરાજ્ય મુસાફરી ચાલુ રહેશે, જેનાથી કોરોનાના કેસો હજુ વધુ વધી શકે છે. ઘણા યુરોપિયન દેશો હવે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બીજા લોકડાઉન તરફ જઈ રહ્યા છે.