1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (16:24 IST)

બાળકો માટે જલ્દી આવી શકે છે કોરોનાની વેક્સીન, ભારત બાયોટેકના વેક્સીનના બીજા-ત્રીજા ચરણનું ટ્રાયલ થયુ પુરૂ

ભારતમાં જલ્દી જ બાળકો માટે કોરોના વાયરસની વેક્સીન આવી શકે છે. મંગળવારે ભારત બાયોટેકે કહ્યુ કે કંપનીના 18 વર્ષથી ઓછી વયના બાળકો પર ઉપયોગ માટે કોવિડ રોધી રસી કોવૈક્સીનના બીજા-ત્રીજા ચરણનુ પરીક્ષણ પુરૂ થઈ ગયુ છે અને આવતા અઠવાડિયા સુધી ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઈ)ને આંકડા સોંપવાની આશા છે. 
 
ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કોવેક્સીનનું ઉત્પાદન 55 કરોડ ખોરાક સુધી પહોંચી જશે, જે સપ્ટેમ્બરમાં 35 કરોડ ડોઝ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીની કોવિડ-19 એન્ટ્રાનૈઝલ વેક્સીન (નાકથી અપાનારી વેક્સીન) ની બીજા ચરણની ટ્રાયલ આગામી મહિના સુધીમાં પૂર્ણ થવાની આશા છે.
 
અલ્લાએ કહ્યું કે, બાળકોની કોવૈક્સીનના બીજા-ત્રીજા ચરણનુ ટ્રાયલ પૂર્ણ થઈ ગયુ છે. આંકડાઓનુ  વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે આગામી સપ્તાહ સુધીમાં ડેટા (નિયામકને) સોંપીશું. સ્વયંસેવકોની સંખ્યા લગભગ એક હજાર છે. તેમણે કહ્યું કે એન્ટ્રાનૈઝલ રસી નાકમાં જ રોગપ્રતિકારક પ્રતિભાવ આપી શકે છે જે કોરોના વાયરસનું પ્રવેશદ્વાર છે અને આ રીત બીમારી, સંક્રમણ અને ટ્રાન્સમિશન સામે સુરક્ષા પ્રાપ્ત થઈ શકે છે.