ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (18:00 IST)

Corona Third wave peak- ભારતમાં આ તારીખ સુધીમાં આવશે કોરોનાની ત્રીજી લહેરનું પીક

ભારતમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર જણાવતી 'આર-વેલ્યુ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઘટીને 1.57 થઈ ગઈ છે અને આગામી પખવાડિયામાં દેશમાં ચેપનું ત્રીજું લહેરનુ પીક પહોંચે તેવી શક્યતા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં આ માહિતી આપવામાં આવી છે.
 
6 ફેબ્રુઆરી સુધી આવશે ત્રીજી લહેરનું પીક
આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ભારતમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોનાની ત્રીજી લહેરનું પીક આવશે અને તે પછી કેસમાં ઘટાડો આવવાનું શરુ થઈ જશે. 
 
ઝાએ કહ્યું કે તેમના વિશ્લેષણ મુજબ, આગામી 14 દિવસમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસની ટોચ પર આવશે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજા લહેરનુ પીક (Third wave peak)આવશે.
 
ભારતમાં કોરોનાના કેસ આ રીતે વધ્યા 
7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ 
 
કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 
 
નવેમ્બરના રોજ 90 લાખને પાર ગયા હતા.