રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 20 નવેમ્બર 2020 (09:17 IST)

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂં

અમદાવાદમાં શુક્રવરે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂંની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ તથા દવાઓ જ મળશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરી છે. 
 
ડો. રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કાબૂમાં કારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત કેન્સર અને કિડની હોસ્પિટલમાં કુલ 400 પથારી રિઝર્વ કરવામાં આવી છે. 
 
સોલા હોસ્પિટલમાં પણ 400થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક સ્થિત સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 
તેમણે જણાવ્યું કે હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 સહિત કુલ 2637 બેડ ખાલી છે. આ પ્રકારે શહેરમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 
તો બીજી તરફ કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સની વધારાની સેવાઓ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકડાઉનના સમય ગુજરાતમાં કોરોનાની જે સ્થિતિ આજે અમદાવાદમાં તે પ્રકારની સ્થિતિ પેદા થઇ છે.