શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (16:37 IST)

વરસાદ માટે દેવતાને ખુશ કરવા 6 દીકરીઓને નગ્ન કરીને ગામમાં ફેરવી

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના એક ગામમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે.  વરસાદ માટે દેવતાને ખુશ કરવા માટે છ કન્યાઓને નગ્ન કરીને ગામમાં ફેરવવાની ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) એ આ બાબતનું ધ્યાન લેતા, દમોહ જિલ્લા વહીવટી તંત્રને ઘટનાની જાણ કરવા માટે  સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે બુંદેલખંડ પ્રદેશના દમોહ જિલ્લા મથકથી લગભગ 50 કિલોમીટર દૂર જબેરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનિયા ગામમાં રવિવારે આ ઘટના બની.
 
પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ 
 
દમોહ જિલ્લાધિકારી એસ કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે  એનસીપીસીઆરને આ રિપોર્ટ સોંપવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ડીઆર તેનિવારે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રચલિત કુપ્રથા હેઠળ વરસાદના દેવતાને ખુશ કરવા માટે કેટલીક સગીર યુવતીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી હતી. તેમણે કહ્યુ કે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે ગ્રામીણોનુ માનવુ છે કે આ પ્રથાને કારણે વરસાદ થઈ શકે છે. 
 
ખભા પર એક મૂસલી મુકીને તેમાં દેડકા બાંધે છે 
 
મળતી માહિતી મુજબ દુકાળની સ્થિતિને કારણે વરસાદ ન પડવાને કારણે જૂની માન્યતાના મુજબ ગામની નની-નાની બાળકીઓને નગ્ન કરીને ખભા પર મૂસલી મુકવામાં આવે છે આ મૂસળીમાં દેડકો બાંધવામાં આવે છે. બાળકીઓને આખા ગામમાં ફેરવતા મહિલાઓ તેમની પાછળ પાછળ ભજન કરતી જાય છે અને રસ્તામાં પડનારા ઘરમાંથી આ મહિલાઓ લોટ, દાળ કે અન્ય ખાદ્ય સામગ્રી માંગે છે અને જે ખાદ્ય સામગ્રી એકત્ર થાય છે તેને ગાવના જ મંદિરમાં ભંડારા માઘ્યમથી પૂજા થાય છે.  એવી માન્યતા છે કે આ રીતની કુપ્રથા કરવાથી વરસાદ પડે છે. 
 
કોઈ ગ્રામીણે નહી કરી ફરિયાદ 
 
અધિકારી કહ્યુ કે આ છોકરીઓના માતા-પિતા પણ આ ઘટનામાં સામેલ હતા. અંધવિશ્વાસ હેઠળ તેમણે આવુ કર્યુ. આ સંબંધમાં કોઈપણ ગ્રામીણે કોઈ ફરિયાદ ન કરી. જીલ્લા કલેક્ટરનુ કહેવુ છે કે આવા મામલે પ્રશાસન ફક્ત ગ્રામીનોને આ પ્રકારના અંધવિશ્વાસની નિરર્થકતા વિશે જાગૃત કરી શકે છે અને તેમને સમજાવી શકે છે કે આ પ્રકારની પ્રથાઓથી યોગ્ય પરિણામ મળતા નથી.  આ દરમિયાન ઘટનાના બે વીડિયો સામે આવ્યા જેમા બાળકીઓ નિર્વસ્ત્ર જોવા મળી રહી છે.