રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (10:11 IST)

ક્રિસમસ-થર્ટી ફર્સ્ટની રાતે રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે

ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસ પૂરતી છે. આ સિવાયના સમયમાં જે વ્યક્તિ ફટાકડા ફોડશે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરાશે. ક્રિસમસના તહેવારમાં કેવા ફટાકડા ફોડવા અને કેટલા સમયમાં ફોડવા તે વિશે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઇલન્ટ ઝોન ગણાતો હોવાથી ત્યાં ફડાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લદાયો છે. 31 ડિસેમ્બરને હવે માંડ 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે હોટેલોમાં ડાન્સ પાર્ટી યોજાશે કે નહીં તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામંુ બહાર પાડ્યું નથી. દર વર્ષે શહેરમાં 70થી 80 જગ્યાએ યોજાતી ડાન્સ પાર્ટીમાંથી ચાલુ વર્ષે એક પણ આયોજકે મંજૂરી માગી નથી કે કોઈ તૈયારી કરી નથી.