બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (18:29 IST)

પાકિસ્તાનમાં મોટો ઉલટફેર, રમીઝ રાજાની ખુરશી ગઈ, જાણો કોણ બન્યા નવા PCB ચીફ

Ramiz Raja
PCB Rameez Raja sacked : પાકિસ્તાન ક્રિકેટમાં આ સમયે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પાકિસ્તાની ટીમને એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકા સામે પ્રથમ પરાજય મળ્યો હતો. આ પછી ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારબાદ જ્યારે તાજેતરમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ હતી, ત્યારે તેમાં પણ પાકિસ્તાની ટીમનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. આવું પહેલીવાર બન્યું છે જ્યારે પાકિસ્તાની ટીમ પોતાની ધરતી પર ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની તમામ મેચ હારી ગઈ હોય. આ પછી પાકિસ્તાનમાં મોટા ફેરફારોની આહટ આવી રહી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે પહેલો ફટકો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ  PCB એટલે કે રમીઝ રાજા પર પડ્યો છે. જાણવા મળ્યું છે કે રાજાને PCB ચીફના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.   એટલું જ નહીં, સમાચાર એ પણ આવી રહ્યા છે કે પીસીબીના નવા ચીફની પણ જાહેરાત કરવામાં આવી છે.
 
રમીઝ રાજાની જગ્યાએ નજમ સેઠી બની શકે છે PCB ચીફ   
 
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રમીઝ રાજાને PCB ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા છે. જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે પૂર્વ પત્રકાર નજમ સેઠીને PCBના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જાણવા મળ્યું છે કે હાલની સરકારે રમીઝ રાજાને હટાવવાના નિર્ણયને મંજૂરી આપી છે. દરમિયાન એવા સમાચાર પણ છે કે રમીઝ રાજાએ PCB સ્ટાફને ફોન કરીને જાણ કરી હતી કે તેમને કામ ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. રાજાએ PCB કર્મચારીઓને કહ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે PCBનાં ચેયરમેન પદ પર તેઓ કામ કરતા રહે.  
 
રમીઝ રાજા નિવેદનોને લઈને ચર્ચામાં 
 
રમીઝ રાજા છેલ્લા કેટલાક સમયથી સતત હેડલાઇન્સમાં હતા. તેઓ સતત એ  રીતે વાત કરી રહ્યા હતા કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ વન ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતના પ્રવાસે નહીં જાય. બીસીસીઆઈના સચિવ જય શાહે એજીએમ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે કારણ કે ત્યાંની સ્થિતિ સારી નથી તે પછી તેમના નિવેદનો આવ્યા છે. ત્યારબાદ રમીઝ રાજા સતત નિવેદન આપી રહ્યા હતા. પરંતુ હવે તેમને જ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પીસીબીના નવા અધ્યક્ષ નજમ સેઠી શું નિવેદન આપે છે તે જોવાનું રહેશે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સેઠી આ પદ પર રહી ચૂક્યા છે.