રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (14:37 IST)

ધોનીને સચિનથી પણ મળ્યુ ઝટકો, શું સાચે ખત્મ થઈ ગયું માહીનો કરિયર

ધોનીને સચિનથી પણ મળ્યુ ઝટકો, શું સાચે ખત્મ થઈ ગયું માહીનો કરિયર 
ટીમ ઈંડિયાના પૂર્વ મહાન બેટસમેન સચિન તેંદુલકરએ તેમની વિશ્વ કપ એકાદશમાં પાંચ ભારતીયને રાખ્યું છે પણ વિકેટકીપરના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા ઈંગ્લેંડના જૉની બેયરસ્ટોને જગ્યા આપી છે. હવે સવાલ આવે છે કે શું સાચે ખત્મ થઈ ગયું છે માહીનો કરિયર? 
 
હકીકત, તેંદુલકરએ જે ટીમ પસંદ કરી છે તેમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી, ઉપ કપ્તાન અને ટૂર્નામેંટમાં સૌથી વધારે રન બનાવનાર રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સિવાય ઑલરાઉંડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ છે. 
 
રોહિતએ ટૂર્નામેંટમાં પાંચ શતકની મદદથી સૌથી વધારે 648 રન બનાવ્યા તેમજ જાડેજાએ માત્ર બે મેચ રમ્યા પણ ત્યારે પણ એકાદશમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા. તેંદુલકરએ ન્યૂજીલેંડના કપ્તાન અને મેન ઑફ દ ટૂર્નામેંટ પસંદ કરેલ કેન વિલિયમંસને પણ ટીમમાં રાખ્યુ છે. બાંગ્લાદેશના ઑલરાઉંડર શાકિબ અલ હસનને પણ તેમની ટીમમાં જગ્યા મળી છે. જેને 600 થી વધારે રન બનાવ્યા અને 11 વિકેટ લીધા. 
 
વિશ્વ કપ ફાઈનલના સ્ટાર ઈંગ્લેડના બેન  સ્ટોક્સના રૂપમાં એક બીજા ઑલરાઉંડર આ ટીમમાં શામેલ છે. ઑસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક ફાસ્ટ બૉલિંગ વિભાગની આગેવાની કરશે. તેને ટૂર્નામેંટમાં 27 વિકેટ લીધા હતા. તેની સાથે બુમરાહના સિવાય ઈંગ્લેંડના જોફ્રા આર્ચરને શામેલ કરાયું છે. 
 
બેયરસ્ટો અહીં સુધીની ઈંગ્લેંડની ટીમના પણ પ્રથમ પસંદના વિકેટકીપર નહી અતા અને જોસ બટલરએ આ ભૂમિકા ભજવી હતી. પણ સચિન તેંદુલકરની એકાદશમાં તેને વિકેટકીપરના રૂપમાં જગ્યા મળી છે. તેને અનુભવી ધોની પર પ્રાથમિકતા મળી છે. તેંદુલકરએ આધિકારિક પ્રસારક માટે કેમિસ્ટ્રી કરતા એકાદશના ચયન કર્યું. 
 
તેંદુલકરની વિશ્વ કપ એકાદશ: રોહિત શર્મા, જૉની બેયરસ્ટો(વિકેટકીપર), કેન વિલિયમસન(કપ્તાન), વિરાટ કોહલી, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, મિશેલ સ્ટાર્ક, જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર