IND Vs AUS 3rd Test Day 5: ભારતે બેટિંગ શરૂ કરી, 275 રનનો લક્ષ્યાંક છે
IND Vs AUS- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે. આજે મેચનો છેલ્લો અને પાંચમો દિવસ છે. પાંચમા દિવસની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા 260 રન પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા ફોલોઓનથી બચી ગઈ હતી. આકાશ દીપ અને જસપ્રિત બુમરાહે અંતમાં સારી બેટિંગ કરી હતી.
ભારતને 275 રનનો લક્ષ્યાંક છે
ઓસ્ટ્રેલિયાએ 89 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને ગાબા ટેસ્ટ જીતવા માટે 275 રનનો ટાર્ગેટ છે. બુમરાહે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી છે.
પેટ કમિન્સ આઉટ
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો આપ્યો છે. પેટ કમિન્સ 22 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 86/7
ટીમ ઈન્ડિયા 260 રને ઓલઆઉટ થઈ ગઈ
ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાથી 185 રન પાછળ છે. આજે મેચનો પાંચમો દિવસ છે.