સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (17:20 IST)

IND vs SL: કુણાલ પંડ્યા કોરોના પોઝિટીવ નીકળ્યા, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ સ્થગિત

ટીમ ઈંડિયાના સ્ટાર ઓલરાઉંડર કુણાલ પડ્યા કોરોના પોઝીટીવ નીકળ્યા છે. જેને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે આજે એટલે કે મંગળવારે રમાનારી બીજી ટી-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. હાલ ભારતના બધા ખેલાડી આઈસોલેશનમાં છે અને જો બધાનો ટેસ્ટ નેગેટિવ આવે છે તો બુઘવારે બીજી ટી-20 મેચ રમાશે. જો કે હાલ તેને લઈને બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

 
કુણાલને કોરોના થયા પછી હવે આ વાતને લઈને કંફ્યુજન ઉભુ થયુ છે કે શુ પૃથ્વી શૉ અને સૂર્યકુમાર જલ્દી ઈગ્લેંડ રવાના થશે કે હાલ શ્રીલંકામાં જ રોકાશે. કુણાલે પહેલા ટી-20માં ફક્ત બે ઓવરની બોલિંગ કરી હતી અને 16 રન આપીને 1 વિકેટ મેળવી હતી. ત્યારબાદ હાલ શ્રીલંકામાં જ રોકાશે. કુણાલે પહેલા ટી 20માં ફક્ત બે ઓવરની બોલિંગ કરી હતી અને 16 રન આપીને એક વિકેત મેળવી હતી. આ ઉપરાંત હાલ શ્રીલંકામાં જ રોકાશે.  કુણાલે પહેલા ટી20માં ફક્ત બે ઓવરની બોલિંગ કરી હતી અને 16 રન આપીને 1 વિકેટ મેળવી હતી. આ ઉપરાંત બેટિંગમાં અણમ 3 રન બનાવ્યા હતા. 
 
ક્રુનાલ પહેલા ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહેલી ભારતીય ટીમમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને કોરોના થયો. કોરોના પોઝિટિવ હોવાને કારણે પંતને અનિવાર્ય સમય માટે આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું અને સંપૂર્ણ રિકવરી પછી અને આરટીપીઆરસી ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તે ટીમ ઈન્ડિયામાં સામેલ થયા હતા.