બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (17:38 IST)

5મી ટેસ્ટ પહેલા એકવાર ફરી કોરોનાના ભય હેઠળ ટીમ ઈંડિયા, સપોર્ટિંગ સ્ટાફનો સભ્ય પોઝિટિવ, પ્રેકટિસ સેશન રદ્દ

5મી ટેસ્ટ પહેલા ફરીથી કોરોનાનો ભય, ટીમ ઈંડિયાના સપોર્ટિંગ સ્ટાફનો સભ્ય પોઝિટિવ, પ્રેકટિસ સેશન રદ્દ 
 
 

ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમતી ટીમ ઈન્ડિયા ફરી એક વખત કોરોનાના ભય હેઠળ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના જુનિયર ફિઝિયો યોગેશ પરમાર 5મી ટેસ્ટ મેચ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા છે.
જેને કારણે ભારતીય ટીમને મેચ પહેલા તેમનું પ્રેક્ટિસ સેશન પણ રદ કરવું પડ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી માન્ચેસ્ટરમાં 5 મી ટેસ્ટ મેચ રમાવાની છે. BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ પણ આ ચોખવટ કરી છે કે સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
 
કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યા બાદ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓને તેમના રૂમમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોરોના સંક્રમિત મળી આવ્યા પછી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પહેલાથી જ આઇસોલેશનમાં છે. આ ઉપરાંત ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિઝિયો નીતિન પટેલ પણ લંડનમાં આઈશોલેશનમાં છે. હાલ ટીમ ઇન્ડિયા સાથે બેટિંગ કોચ માત્ર વિક્રમ રાઠોડ છે. જો કે, આ સંકટ છતા પણ ટીમ ઈન્ડિયાએ ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સામે શાનદાર જીત મેળવી હતી
 
5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમે આ સાથે અજેય લીડ મેળવી લીધી છે. અત્યારે ભારતીય ટીમ પાસે 2-1ની લીડ છે અને જો ઇંગ્લેન્ડની ટીમ પાંચમી મેચમાં જીતી પણ જાય તો પણ સિરીઝ તેમના હાથમાં નહીં જાય અને મુકાબલો બરાબરી પર થઇ જશે. ચોથી ટેસ્ટ મેચમાં ભારત તરફથી રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમ જે ફોર્મમાં જોવા મળે છે તે જોતા કાગળ પર ટીમ ઈંડિયાનુ પલડુ ભારે લાગે છે.