ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :મોહાલી. , બુધવાર, 13 ડિસેમ્બર 2017 (20:28 IST)

IND Vs SL : ભારતનો શ્રીલંકા પર 141 રને શાનદાર વિજય

ભારત-શ્રીલંકા વન ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ પર 1-1ની સરખામણી કરી લીધી છે. શ્રીલંકા વતી એન્જેલો મેથ્યૂઝે સર્વોધિક 111 રનનું યોગદાન આપ્યું હતું. ભારત વતી ચહલને 3 અને બુમરાહને 2 સફળતા મળી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન રોહિત શર્મા (208), શિખર ધવન (68), શ્રેયર (88) રનની મદદથી 50 ઓવરમાં 392 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા મહેમાન ટીમ માત્ર 251 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. શ્રીલંકન ટીમ 50 ઓવરમાં માત્ર 241 રન જ બનાવી શકી હતી.

 






 
 
આ પહેલા  રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈંડિયાએ આજે અહી ધર્મશાળાની પ્રથમ વનડેની ખરાબ બેટિંગની ભરપાઈ બીજી વનડેમાં રનનો વરસાદ વરસાવીને કરી. મોહાલીમાં ટીમ ઈંડિયાએ 50 ઓવર્સમાં ચાર વિકેટ ગુમાવીને 392 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. રોહિત શર્માએ આ મેચમાં ઈતિહાસ રચતા વનડેમાં પોતાની ત્રીજી ડબલ સેંચુરી મારી. તે 153 બોલ પર 13 ચોક્કા અને 12 સિક્સરની મદદથી 208 રન બનાવીને અણનમ રહ્યા. નવોદિત શ્રેયસ ઐય્યર અને શિખર ધવને જોરદાર હાફ સેંચુરી મારી. પ્રથમ વનડેના ઠીક ઉલટુ શ્રીલંકાઈ બોલિંગ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સંઘર્ષ કરતી જોવા મળી. શ્રીલંકાઈ બૉલર મેચમાં ભારતના ફક્ત ચાર વિકેટ આઉટ કરી શકી અને એ માટે પણ તેમને ખૂબ રન આપવા પડ્યા. પ્રથમ મેચના હીરો સુરંગા લકમરને પણ ખૂબ ધોવાયા.. 
 
રોહિત શર્મા ઉપરાંત શિખર ધવને  67 બોલમાં 9 ચોક્કા સાથે 68 રન બનાવ્યા.. શ્રેયસ ઐયરે 70 બોલમાં 9 ચોક્કા અને 2 સિક્સર સાથે 88 રન બનાવ્યા.. જ્યારે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 7(5) અને હાર્દિક પંડ્યાએ 8( 5) રન બનાવીને આઉટ થયા..