PAK vs ENG : અંગ્રેજોની સામે પાકિસ્તાનનુ કપાયુ નાક, મશીન ખરાબ થતા થયુ અપમાન
PAK vs ENG પાકિસ્તાનમાં ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ પાછું આવ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ લગભગ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા પાકિસ્તાન પહોંચી છે. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ આજથી રાવલપિંડીમાં રમાઈ રહી છે. જોકે, મેચના પહેલા જ દિવસે આવી ઘટના બની, જેના કારણે વિશ્વ ક્રિકેટમાં અંગ્રેજોની સામે પાકિસ્તાનનું નાક કપાઈ ગયું. આ દરમિયાન ઈંગ્લેન્ડના ઓપનરોએ પાકિસ્તાનના બોલરોને જોરદાર રીતે ફટકાર્યા હતા. પહેલા સેશનથી બીજા સેશન સુધી પાકિસ્તાની બોલરો આખા મેદાન પર દોડ્યા અને તેમને એક પણ સફળતા મળી ન હતી. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં પણ ટી-20ની સ્ટાઈલમાં બેટિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન આખી પાકિસ્તાની ટીમનો પરસેવો છૂટી ગયો, દરેક બોલરનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાંથી એકેય ઈંગ્લેન્ડ સામે કામ ન કર્યું.
પહેલા ટેસ્ટ મેચ પર મંડરાય રહ્યા હતા સંકટના વાદળ
પાકિસ્તાન અને ઈગ્લેંડ વચ્ચે પહેલી ટેસ્ટ પર સંકટના વાદળ મંડરાય રહ્યા હતા. મેચના ઠીક એક દિવસ પહેલા ઈગ્લેંડની ટીમના અનેક ખેલાડી અચાનક બીમાર પડી ગયા. તેમા કપ્તાન બેન સ્ટોક્સ પણ સામેલ હતા. ત્યારબાદ એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે ટેસ્ટ મેચ ઓછામાં ઓછા એક દિવસ માટે આગળ વધી શકે છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ઈગ્લેંડ એંડ વેલ્સ ક્રિકેટ બોર્ડની વચ્ચે વાતચીત ચાલી અને નક્કી થયુ કે મેચ પહેલા જો ઈગ્લેંડના ખેલાડી ઠીક હશે તો જ મેચ રમાશે. ગુરૂવારે ઈગ્લેંડની ટીમ રમવાની સ્થિતિમાં હતી. તેથી મેચ શરૂ થઈ ગઈ. પણ કોઈને પણ આશા નહોતી કે એક દિવસ પહેલા જે ખેલાડી બીમાર હતા તે મેચમાં ઉતર્યા પછી પાકિસ્તાન વિરુદ્ધ આવી બેટિંગ કરશે કે સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ થશે. આ દરમિયાન એક વધુ ગડબડ થઈ. પાકિસ્તાની ટીમને પહેલા દાવમાં ડીઆરએસ પણ ન મળી શક્યો. તેમા અંપાયરની કોઈ ભૂલ નહોતી.
પહેલી ટેસ્ટના પહેલા દિવસની શરૂઆતમાં જ ડીઆરએસ મશીન થઈ ગઈ ખરાબ
ઉલ્લેખની જ્યારે પ્રથમ ટેસ્ટ શરૂ થયો ત્યારે જાણવા મળ્યું કે ડીઆરએસ મશીન ખરાબ થઈ ગયું છે. મશીન રિપેર કરવાની કોશિશ ચાલી, પણ કોઈ ફાયદો થયો નહીં. મજબૂરીમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ટીમને થોડા સમય માટે ડીઆરએસ ઉપલબ્ધ રહેશે નહીં, એટલે કે અમ્પાયરો દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. તેનું નુકસાન માત્ર પાકિસ્તાનને જ થયું હતું. પાકિસ્તાની બોલરોએ જેક ક્રાઉલી સામે એક તક મળી હતી જ્યારે તે આઉટ થતો દેખાયો, પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો. પાકિસ્તાની ટીમ તેની સામે ડીઆરએસ માટે જઈ શકી હોત, પરંતુ મશીન જ ખરાબ હતું અને પાકિસ્તાની ટીમ મન મારીને રહેવુ પડ્યુ