રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 17 જૂન 2017 (12:36 IST)

INDvsPAK: હાઈ વોલ્ટેજ મેચ પહેલા મોહમ્મદ આમિરે ગમી માઈંડ ગેમ, શુ Virat Kohli પર પડશે આની અસર !!

ચેમ્પિયંસ ટ્રોફી (Champions trophy 2017)ના ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈ વોલ્ટેજ મેચ પહેલા બંને ટીમોના ખેલાડી નિવેદનબાજી કરી એકબીજા પર દબાણ બનાવાઅનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી પર નિશાન સાધ્યુ છે. એએફપીના મુજબ મોહમ્મદ આમિરે કહ્યુ, ભારતીય ટીમ વિરાટ કોહલી પર નિર્ભર છે. પણ તે ફાઈનલ મુકાબલામાં દબાણમાં હશે. કારણ કે કોહલી એક કેપ્ટનના રૂપમાં પહેલીવાર મોટી ટૂર્નામેંટની ફાઈનલ રમશે.  તેમા કોઈ શંકા નથી કે તેમનુ સસ્તામાં આઉટ થવુ અમારે માટે લાભકારી હશે. 
 
ઉલ્લેખનીય છે એક પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટીમ સાથે પ્રશિક્ષણ સત્ર પુર્ણ કર્યુ અને રવિવારે તે ભારત વિરુદ્ધ ચેમ્પિયંસ ટ્રોફી ટૂર્નામેંટના ખિતાબી હરીફાઈ માટે મેદાન પર ઉતરી શકે છે.  ધ ઓવલ મેદાન પર રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. 
 
પીઠમાં દુખાવાની સમસ્યાને કારણે આમિર ઈગ્લેંડ વિરુદ્ધ સેમીફાઈનલ મેચના ટોસ પહેલા પાકિસ્તાનની અંતિમ એકાદશમાંથી બહાર થઈ ગયા હતા. જો કે ટીમના બોલર કોચ અઝહર મહેમૂદનુ કહેવુ છે કે આમિર આ મેચ માટે ફિટ છે. પણ તેમના રવિવારની મેચ રમવા પર શંકા કાયમ છે. મહેમૂદે કહ્યુ, "આમિરે બોલિંગ કરી. તે ફિટ છે. અમે હજુ તેમને મેદાનમાં ઉતારવા વિશે નિર્ણય કર્યો નથી.'
 
મહેમૂદે કહ્યુ, 'જ્યારે તમે ફાઈનલ રમો છો તો તમને તમારા અનુભવી ખેલાડીઓની જરૂર પડે છે. તમે ઈચ્છો છો કે તેઓ સંપૂર્ણ રીતે ફિટ રહે અને ખિતાબી મુકાબલામાં રમે. પણ અમે આમિરને કહ્યુ છે કે જો તેને ખુદને રમવા સંબંધિત જરા પણ શંકા છે તો તે અમને કહે. દરેક આમિરને ટીમ સાથે રમવા જોવા માંગે છે.  પણ જો તે ખુદને ફિટ ફિલ નથી કરતા તો તીમ બીજા વિકલ્પ વિશે વિચારશે.' 
 
સેમીફાઈનલ મેચમાં આમિરના સ્થાન પર ટીમમાં સામેલ થયેલા રૂમાન રઈસે શાનદાર પ્રદર્શન કરતા 44 રન પર બે વિકેટ લીધી હતી. તેમને આ મેચ દ્વારા વનડેમાં પદાર્પણ કર્યુ હતુ. મહેમૂદે કહ્યુ કે જોઈએ છે કે ફાઈનલમાં કોણ રમે છે ? રઈસ એક સારા બોલર છે અને તેમણે સેમીફાઈનલમાં પોતાની પ્રતિભાનો પુરાવો આપીને દર્શાવ્યુ છે કે તેઓ મોટી મેચોમાં જવાબદારી સાચવવા માટે તૈયાર છે.  જે ટીમ માટે એક સારી વાત છે.