શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (23:26 IST)

IPL 2021, MI vs KKR: વેંકટેશ-રાહુલે અપાવી કેકેઆરને ધમાકેદાર જીત, મુંબઈને 7 વિકેટથી હરાવ્યુ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 34 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યુ.  156 રનનો લક્ષ્યાંક રાહુલ ત્રિપાઠીના અણનમ 74 અને વેંકટેશ અય્યરના 53 રનની મદદથી  KKR દ્વારા માત્ર 15.1 ઓવરમાં જ મેળવી લીધો હતો. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી છે. આ પહેલા મુંબઈ ઈંડિયંસે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા.

11:24 PM, 23rd Sep
- કોલકાતા નાઈટ રાઈડર્સે એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. રાહુલ ત્રિપાઠી 74 રન કર્યા બાદ અણનમ રહ્યા અને ટીમને શાનદાર જીત અપાવી.
- 14.1 ઓવરમાં જસપ્રિત બુમરાહની બોલ પર ઇઓન મોર્ગને 7 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટને કેચ આપી દીધો. બાદ મોર્ગન વિદાય લે છે. કેકેઆર માટે આ ત્રીજો ફટકો હતો અને બુમરાહને આ મેચની ત્રીજી વિકેટ મળી.

10:05 PM, 23rd Sep
- 2.6 ઓવરમાં શુભમન ગિલને જસપ્રિત બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો હતો. ગિલ 13 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. પહેલી જ ઓવરમાં બુમરાહે આવતાની સાથે જ તેનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે.


09:55 PM, 23rd Sep
- શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે ધમાકેદાર શરૂઆત કરી છે. ટ્રેન્ટ બોલ્ટની પહેલી જ ઓવરમાં, ગિલ દ્વારા એક છગ્ગા અને વેંકટેશ દ્વારા એક છગ્ગો. એક ઓવર પછી, કેકેઆર નુકશાન વગર 15 છે. ગિલ 7 અને વેંકટેશ 8 રન બનાવી  રહ્યા છે.
- KKR તરફથી 156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની જોડી  મેદાનમાં આવી છે. બેંગલોર સામે બંનેએ શાનદાર રન બનાવ્યા હતા અને ટીમ ફરી એકવાર તેમની પાસેથી સમાન શરૂઆતની આશા રાખશે.