ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 1 જુલાઈ 2019 (17:16 IST)

વર્લ્ડ કપ 2019 - ભારતની હારથી ચિડાયા વકાર યુનુસ, ટીમ ઈંડિયાને ખેલ ભાવનાથી રમવાની આપી સલાહ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈંડિયાને ટુર્નામેંટની પ્રથમ હારનો સમનો કરવો પડ્યો. ઈગ્લેંડ વિરુદ્ધ રવિવારે ભારતેય ટીમ 31 રનથી મેચ હારી ગઈ. આ હારથી ભારત કરતા વધુ પાકિસ્તાન ટેંશનમાં છે.  કારણ કે જો ભારતીય ટીમ ઈગ્લેંડને હરાવી દેતી તો સેમીફાઈનલમાં જવા માટે પાકિસ્તાનનો રસ્તો સરળ થઈ જતો. પણ એવુ શક્ય ન થઈ શક્યુ. ભારતની હારથી પાકિસ્તાની ફેંસ ખૂબ જ નારાજ છે અને ભારતીય ટીમને દોષ આપી રહ્યા છે. 
 
વકાર યુનુસે ટીમ ઈંડિયાની ખેલ ભાવના પર ઉઠાવ્યા સવાલ 
 
આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વકાર યૂનુસે પણ ટીમ ઈંડિયાની હારને પચાવી નથી શક્યા.  તેમને ભારતીય ટીમ પર નિશાન સાધ્યુ છે. વકાર યુનુસે ટીમ ઈંડિયાની ખેલ ભાવના પર સવાલ ઉભા કર્યા છે. વકારે કહ્યુ છે કે કેટલાક ચેમ્પિયંસ ટીમની ખેલ ભાવનાની પરીક્ષા લીધી અને તેઓ તેમા ફેલ થઈ ગયા છે.  વકારે ટ્વીટર પર પોતાના ભડાસ કાઢી છે.  તેમણે ટ્વીટ કરી લખ્યુ છે.. 'એ મહત્વ નથી રાખતુ કે તમે કોણ છો. તમે જીવનમાં શુ કરો ચ હો. તેનાથી જાણ થાય છે કે તમે કોણ છો.  મને ત્ની ચિંતા નથી કે પકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચે છે કે નહી. પણ આ વાત પાકી છે કે કેટલાક ચેમ્પિયંસની ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી અને તે તેમા એકદમ નિષ્ફળ રહ્યા.
 
પત્રકાર હામિદ મીર પણ ચિડાયા 
 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમ અને તેમના ફેંસ ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની જીતની દુઆ કરી રહ્યા હતા પણ તેમની દુઆ કબૂલ ન થઈ શકી. ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં જવાની શક્યતા વધી જાય છે. ભારતની હાર પાકિસ્તાની પત્રકાર હામિદ મીરને પણ ખૂબ વધુ પરેશાન કરી ગઈ છે. હામિદ મીરએ ટ્વીટ કરી કહ્યુ મે બાસિત અલી દ્વરા કરવામાં આવેલ દાવાને વધુ મહત્વ નથી આપ્યુ. પણ સિકંદર બખ્તના વિચારને ધ્યાનપૂર્વક સાંભળ્યુ. તેમને બે દિવસ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી અ હ્તી કે ભારત જાણી જોઈને ઈગ્લેંડ વિરુદ્ધ મેચ હારશે જેથી પાકિસ્તાન સેમીફાઈનલની રેસથી બહાર થઈ જાય અને તે યોગ્ય સાબિત થયા છે.