શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2019 (11:26 IST)

ફોર્બ્સ - 173 કરોડ રૂ વાર્ષિક કમાવીને કોહલી ટૉપ 100માં એકમાત્ર ક્રિકેટર, મેસીની આવક તેમનાથી 5 ગણી

ટીમ ઈડિયાના કપ્તાન વિરાટ કોહલી એકવાર ફરી ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટમાં ટૉપ 100માં સ્થાન બનાવનારા એકમાત્ર ક્રિકેટર બની ગયા છે. જૂન 2018થી લઈને જૂન 2019 સુધી તેમની કમાણી 7 કરોડ રૂ (10 લાખ ડોલર)થી વધીને 173.5 કરોડ રૂપિયા (2.5 કરોડ ડોલર) પહોંચી ગઈ. તેમ છતા તેઓ ગઈ વખતે 83માં સ્થાન પરથી 100માં સ્થાન પર પહોંચી ગયા. 
 
દુનિયાના ટૉપ 100 ઍથ્લીટની યાદીમાં વિરાટ કોહલી અંતિમ સ્થાન પર છે.
 
ફોર્બ્સ મુજબ વિરાટ કોહલી 21 મિલિયન ડૉલર (અંદાજે 146.28 કરોડ રૂપિયા) ઍડવર્ટાઇઝમૅન્ટમાંથી અને ચાર મિલિયન ડૉલર (અંદાજે 27.86 કરોડ રૂપિયા) વેતન પેટે કમાય છે.
 
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિરાટ કોહલી 83માં સ્થાને હતા. આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન પર ફૂટબૉલર લિયોનેલ મેસ્સી છે, જેઓ વાર્ષિક 127 મિલિયન ડૉલર (અંદાજે 884 કરોડ રૂપિયા)ની કમાણી કરે 
 
ટૉપ 100માં સેરેના વિલિયમ્સ એકમાત્ર મહિલા 
બીજી બાજુ મહિલાઓમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ટૉપ 100માં સામેલ એકમાત્ર મહિલા છે ગયા વર્ષે તેની કમાણી 202.5 કરોડ રૂપિયા (2.9 કરોડ ડોલર)રહી. ટેનિસ ખેલાડીઓના પુરૂષ વર્ગમાં રોજર ફેડરરે 647 કરોડ રૂપિયા (9.34 કરોડ ડોલર)ની કમાણી સાથે પાંચમા સ્થાન પર કબજો જમાવ્યો.