ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન
ગામ્બિયા સામે ટી20 મૅચમાં ઝિમ્બાબ્વેએ સૌથી વધુ રનનો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
આ મૅચમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને પહેલી બેટિંગ લેતા પાંચ વિકેટના ભોગે 344 રન ફટકાર્યા હતા.
આ સાથે ઝિમ્બાબ્વેએ ટી20 ક્રિકેટનો સૌથી વિશાળ સ્કોર બનાવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
આ પહેલા આ રેકૉર્ડ નેપાળના નામે હતો.
ગત વર્ષે નેપાળે મંગોલિયા સામે ટી20માં ત્રણ વિકેટના નુકસાને 314 રન બનાવ્યા હતા.
ટી20 ક્રિકેટમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમે 300 રનનો આંકડો પાર કર્યો છે.
જો ટૅસ્ટ રમતા દેશોની વાત કરીએ તો ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકૉર્ડ ભારતના નામે છે. ભારતે હાલમાં જ બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા