જહાજ સુરક્ષા માટેના મોનિટરિંગ કોન્ટ્રાક્ટમાં રૂ. 134 કરોડનું કૌભાંડ આચરનારા પાંચની ધરપકડ
ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં મુસાફરી કરતા ગુડ્ઝ જહાજો, વેસલ્સ અને બોટસની સુરક્ષા તેમજ અનધિકૃત વેસલ્સ અને જહાજોનું મોનિટરિંગ કરવા માટે વેસલ્સ ટ્રાફિક એન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાના નિર્ણય બાદ આ અંગેની કામગીરી કરવા માટે ટેન્ડર મેળવનારા આતશા નોરકંટ્રોલ લિમિટેડે એગ્રીમેન્ટથી વિપરીત પ્રોજેકટનું રોકાણ રૂ,.100 કરોડથી વધારી ત્રણ વર્ષ સુધી રૂ.134.38 કરોડ મેળવી કરેલા કૌભાંડમાં એટીએસ અને ક્રાઈમ બ્રાંચની સંયુકત ટીમોએ દરોડા પાડી અમદાવાદમાંથી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ અંગેની વધુ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.
ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં આવનજાવન કરતા જહાજો અને વેસલ્સની સુરક્ષા માટે વી.ટી.પી.એમ.એસ. શરૂ કરવા માટેના પ્રોજેકટનું કામ આતશ નોરકંટ્રોલ લિમિટેડનો મળ્યો હતો. આ કંપનીને રૂ.100 કરોડના રોકાણ સામે ઈકવીટીના વાર્ષિક 15 ટકા જેટલો રીર્ટન મળવાપાત્ર હતો જો પ્રોજેકટનો ખર્ચ રૂ.100 કરોડથી ઓછુ થાય તો વીટીએસ ફી ઘટાડાશે નહીં તેવી શરતો મુકવામાં આવી હતી અને જો પ્રોજેકટ ખર્ચ રૂ. 100 કરોડથી વધી જાય તો આતશ નોરકંટ્રોલ લિમિટેડને વીટીએસ ફી વધારવાની છુટ મળશે નહીં પરંતુ તે જે ફી વર્ષ દરમિયાન ઉધરાવશે તેના 20 ટકા હિસ્સો મેરિટાઈમ બોર્ડને આપવાનો રહેશે તેવો કોનટ્રાક્ટ થયો હતો.
દરમિયાન આતશ નોરકંટ્રોલે પ્રોજેક્ટરનું રોકાણ રૂ.100 કરોડ સુધી પહોંચાડવા માટે આકાશ પેલેસ ડેવલોપર્સ પ્રા.લિ અને ચારધામ ડેવલોપર્સ પ્રા.લિ. કંપનીઓના 16.31 કરોડના આઠ ખોટા ઈન્વોઈસીસ ઉભા કરી સને 2015-16થી 2018-19 સુધી ત્રણ વર્ષ દરમિયાન ફી ઉધરાવી ગેરકાયદેસર રીતે 134.38 કરોડ ની કમાણી કરી લીધી હતી. આ મામલે મેરિટાઈમ બોર્ડના ચીફ નોટીકલ ઓફીસરની ફરિયાદને પગલે એટીએસ અને ક્રાઈમ બ્રાંચે વિવિધ સ્થળે રેડ કરી જીનોફર કવાસજી ભુજવાલા, ઝુબીન જીનોફર ભુજવાલા સુદર્શન રધુનાથપ્રસાદ શર્મા, રેખા સુદર્શન શર્મા અને હર્ષદ ચંદુલાલ રાજપાલની અટકાયત કરી છે.