ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (18:30 IST)

લગ્નના ચોથા જ દિવસે નવવધુ ફરાર, ઘરેણા-રોકડ લઈને પ્રેમી સાથે ભાગી ગઈ, પિયરમાં જ હતુ અફેયર

અનેક રંગીન સપના જોતા યુવકે લગ્ન કરી લીધા. જીવનભર સાથે રહેવાનું મનમા વચન આપ્યુ હતું. પરંતુ વરરાજાને કદાચ નવવધુના ઈરાદા વિશે કોઈ ખ્યાલ નહોતો. લગ્નના ચાર દિવસ બાદ જ તે ભાગી ગઈ ત્યારે તેને આઘાત લાગ્યો. એવું કહેવાય રહ્યુ છે કે યુવતીને તેના પિયરમાં જ કોઈ યુવક સાથે અફેર હતું. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના હિંદુમલકોટ પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદે આવેલા દુલાપુર કેરી ગામનો આ મામલો છે. દુલ્હન ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ પણ લઈ ગઈ.
 
ઘરેણા લઈને ભાગી 
 
પોલીસના જણાવ્યા અનુસાર દુલાપુર કેરી ગામના પેમારામ નાયકે ફરિયાદ નોંધાવી છે. જેના મુજબ તેણે 11 ઓક્ટોબરે તેની પુત્રી દુર્ગા (19)ના લગ્ન શ્રીગંગાનગરના SSB રોડ પર શેરી નંબર 6માં રહેતા સુભાષ નાયક સાથે કર્યા હતા. લગ્ન પછી, દુર્ગા પ્રથમ પગફેરા માટે 14 ઓક્ટોબરના રોજ તેના પિયર આવી હતી. 14-15 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યાની આસપાસ તે ઘરેથી ગુમ થઈ ગઈ. જતી વખતે તેણે  દોઢ તોલા સોનું અને 250 ગ્રામ ચાંદીના દાગીના અને આશરે 50 હજાર રૂપિયા લઈ ગઈ. 
 
પોલીસ કરી રહી છે તપાસ 
 
પોલીસના જણાવ્યા અનુસાર, પેમારામ નાયકે ગુમ થવાના રિપોર્ટમાં દુલાપુર કેરીના એક યુવક અચ્છુ પર આરોપ લગાવ્યો છે. જેમાં તેણે અચ્છુને તેની પુત્રીને ફોસલાવીને ભગાડીને લઈ જવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ કેસ નોંધીને બંનેની શોધ કરી રહી છે.