શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , રવિવાર, 20 જૂન 2010 (15:53 IST)

કિંગ્સ ઇલેવને ભાગીદારી વેંચવા કર્યું આવેદન

કિંગ્સ ઇલેવન પંજાબના પ્રમોટરોએ ઇંડિયન પ્રીમિયર લીગની આ ફ્રેંચાઇજીમાં પોતાની 93 ટકા ભાગીદારી વેંચવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને આવેદન આપ્યું છે અને આ મામલો હવે આ મહીનાના અંતમાં યોજાનારી આઈપીએલની સંચાલન પરિષદની બેઠકમાં રાખવામાં આવશે.

બીસીસીઆઈ સૂત્રએ જણાવ્યું, ‘કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેંચાઇજીની ભાગીદારી વેંચવાનો મામલો 25 જૂનના રોજ મુંબઈમાં આઈપીએલની સંચાલન પરિષદની બેઠકમાં રાખવામાં આવશે.

સૂત્રના અનુસાર, બોર્ડ ભાગીદારી સ્થાનાંતરણ માટે પાંચ ટકા શુલ્ક પ્રાપ્ત કરશે. પંજાબની ફ્રેંચાઇજીના પ્રમોટરોમાં બોલીવુડ સ્ટાર પ્રીતિ જિંટા, નેસ વાડિયા, મોહિત બર્મન અને કરણ પાલ શામેલ છે.