શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 જૂન 2018 (11:04 IST)

21 મહિના પછી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો, જુઓ કેવી રીતે સેનાએ આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરના ઉડીમાં ગયા વર્ષે થયેલ આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈકનો પહેલીવાર વીડિયો અને ફોટા સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ ઉડી સૈન્ય કૈપ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેના 11 દિવસ પછી ભારતીય જવાનોએ પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જેની ચર્ચા દેશમાં જ નહી વિદેશમાં પણ થઈ હતી.  આ હુમલો ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સૈન્યના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમા કરવામાં આવ્યો હતો.
 
જોકે, પાકિસ્તાન સૈન્યએ નિવેદન આપીને સર્જિકલ સ્ટ્રાઇકની વાતનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, ભારત સરહદ પરની ગોળીબારને સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી રહ્યું છે. પાકિસ્તાની સૈન્યએ ભારતીય ગોળીબારમાં પોતાના બે જવાનો માર્યા ગયાની પુષ્ટી કરી હતી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સૈન્યની આ કાર્યવાહીની નિંદા કરતા માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
 
5 ભારતીય સૈન્ય તરફથી સર્જિકલ સ્ટ્રાઇકની બાદ ચર્ચા કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. ત્યારે કોગ્રેસના અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીએ કહ્યુ હતું કે, કોગ્રેસ આ તબક્કે સરકારની સાથે છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૈન્યની કાર્યવાહીના વખાણ કર્યા હતા સાથે તેમણે સૈન્ય પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા પણ માંગ્યા હતા.